લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બોટાદ જિલ્લાનો ઉર્જા ઉત્સવ યોજાયો

1019

ગુજરાત સરકારના કલાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા બાલ ઊર્જા    રક્ષક દળ કાર્યક્રમ ૨૦૧૮- ૧૯ દ્વારા  વિધાર્થીઓ ઊર્જા  અને તેના વપરાશ તથા આવનાર ભવિષ્યમાં ઉત્પન્ન થનાર ઊર્જા કટોકટી વિશે પોતાના વિધાર્થીકાળ દરમ્યાન જાગૃતિ કેળવે એવા હેતુથી એવરનેસ જનરેશન પ્રોગ્રામ ઓન સસ્ટેઈનબલ એનર્જી વિષય આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન બોટાદ જીલ્લાની ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કરવામાં આવેલ. શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં વિજેતા થયેલ ૫ (પાંચ) વિધાર્થીઓ માટે તા. ૨૦ ફેબ્રુઆરી,૨૦૧૯ ના રોજ આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, હડદડ, જી. બોટાદ ખાતે જીલ્લા કક્ષાના ઊર્જા ઉત્સવ -૨૦૧૯ નું આયોજન કરવામાં આવેલ.  ઊર્જા ઉત્સવ – ૨૦૧૯ માં ઊર્જા અને પર્યાવરણ, પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો, ઊર્જા કટોકટી વિષય આધારિત ઊર્જા ક્વીઝ, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચાર્ટ અને મોડેલ પ્રદર્શન સ્પર્ધા ઉપરાંત ઊર્જા સંરક્ષણ રેલી વગેરેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.  આ ઊર્જા ઉત્સવ-૨૦૧૯ના ઉદ્ઘાટન સમારોહમાં જી. જી. ભાંડલિયા (ડેપ્યુટી એન્જીનીયર, પીજીવીસીએલ),  પ્રભુભાઈ ત્રાસડીયા, સંજયભાઈ ધાંધલ (પ્રિન્સીપાલ, આદર્શ શાળા), પાયલ સોલંકી, ભૂમિકાબેન પટેલ વગેર હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડેલ. ઊર્જા ઉત્સવ-૨૦૧૯ નો પ્રારંભ મહેમાનો દ્વારા ઝંડી આપી ઊર્જા સંરક્ષણ રેલી દ્વારા કરવામાં આવેલ. આ ઉપરાંત તમામ વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓમાં યોજી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારા વિધાર્થીઓને રોકડ રકમથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ચાર વિભાગોની સ્પર્ધાઓમાં વધારે વિભાગોમાં ક્રમાંક પ્રાપ્ત કરનાર આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને  શ્રેષ્ઠ ઊર્જા શાણી શાળાના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ.

Previous articleદામનગર રેલતંત્રનો વિચિત્ર નિર્ણય કર્મીએ આપઘાત કરતા ફાટક બંધ કર્યુ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે