ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીજા તબક્કાની ચૂંટણીના મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનાર લોકશાહીના પર્વના બજા તબક્કામાં શાંતિપૂર્ણ અને ભારે સંખ્યામાં મતદાન કરીએ. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાન એ લોકશાહીનો આત્મા છે. ગુજરાતના ભવિષ્ય માટે મતદાન કરી વિકાસ યાત્રાને આગળ વધારીએ તેવો અનુરોધ કર્યો હતો. રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ૨૨ વર્ષથી બાજપ ગુજરાતને વિકાસના રસ્તે લઇ જવામાં સફળ રહ્યું છે.
વિકાસ જ અમારુ એકમાત્ર લક્ષ્ય રહ્યું છે અને વિકાસમાં જ બધી જ સમસ્યાઓનું સમાધાન છે એવું અમારુ માનવું છે. અમે જ્ઞાતિ-જાતિના વેરઝેરની રાજનીતિ ક્યારેય કરી નથી, ત્યારે અમારો એકમાત્ર એજન્ડા એ છેવાડાના માનવીના કલ્યાણ માટે અવિરત વિકાસની યાત્રાને પુરઝડપે આગળ વધારવાનો છે. વિકાસનો લાભ કોઇ એક જ્ઞાતિ કે સમાજના એક જ સમુદાયને નહીં પણ સમાજના બધા જ વર્ગો અને ક્ષેત્રોને મળતો હોય છે. શહેર, ગામડું, દલિત, પછાત, આદિવાસી, યુવાનો, મહિલાઓ બાળકો તમામને મળતો હોય છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું
હતું કે, વિરોધીઓ દ્વારા ગુજરાતમાં આવીને સતત ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે. ગુજરાતની સતત અવગણના કરીને ગુજરાતને ખુબ જ અન્યાય કર્યો છે જે ગુજરાતની પ્રજા સુપેરે જાણે છે. ગુજરાતની જવાદોરી સમાન નર્મદા યોજનાને રોકી રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું છે અને ગુજરાતના વિકાસને રોકવાનું પાપ એમણે કર્યું છે. કોંગ્રેસે બહુ જ જુઠ્ઠાણા ચલાવ્યા છે તેનો જવા ગુજરાતની પ્રજા ભાજપની તરફેણમાં ધુમાં વધુ મતદાન કરીને આપશે તેવો વિશ્વાસ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધી નવા ભારતની કલ્પના કરી છે. તે માટે તેઓ સતત કાર્યશીલ છે. આજે વિશ્વભરમાં ભારતને માનભેર આવકાર મળે છે. ભારતની દરેક વાતની વિશ્વ આજે ગંભીરતાપૂર્વક નોંધ લે છે. વૈશ્વિક સંસ્થાઓએ ભારતના મજબૂત અર્થતંત્રના સંકેતો આપ્યા છે. ભારતની સંસ્કૃતિક વિરાસતને વિશ્વ અપનાવી રહ્યું છે.
સામાજિક પરંપરાઓને વિશ્વએ સ્વીકારી છે. ભારત પાસે મૂલ્યો છે અને ભારત તેના સુવર્ણ ઇતિહાસને ફરી દોહરાવવા તરફ જઈ રહ્યું છે. ભારત સોને કી ચિડિયા હતુ અને તે તરફ આગળ વધી રહ્યું છે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શાંતિપૂર્ણરીતે મતદાન કરવા તથા વધુને વધુ મતદાન કરવા ગુજરાતના વિકાસપ્રેમી મતદારોને અનુરોધ કર્યો છે. ગુજરાત આજે દેશ અને દુનિયામાં વિકાસના એક મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત આપણા ગૌરવ સમાન વિકાસ પુરુષ મોદીના નેતૃત્વમાં વૈશ્વિક ઉંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારના પરિણામે વિકાસના અનેક માર્ગો સરળ થયા છે. આગળ વધ્યા છે.