આગામી લોકસભાની ચુંટણીને લઈ હાલ રાજકીય ગરમાવો આવી ગયો છે અને ખાસ કરીને ગુજરાત પર સોની નજર છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં નવી ઉભરી આવેલી રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટી દ્વારા પણ ગુજરાતની ૨૬ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખી લોક સભાની ચુંટણી લડશે જેના ભાગરૂપે ૨૦૧૬માં રજીસ્ટેન થયેલી આ પાર્ટીને તાજેતરમાં યોજાયેલ કર્ણાટક, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની ચુંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી ચુંટણી લડેલ હોય ત્યારે બાદ ચુંટણી પચ દ્વારા આગામી લોક સભાની ચુંટણી માં ૨૧ રાજ્યો સાથે ૪૬૬ સીટો પર પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખી ચુંટણી લડી શકે તેમજ ચુંટણી લડનાર ઉમેદવાર ને તમમાં રાજ્યમાં ગુબરાનું એક માત્ર ચિન્હ પણ મજુર કરેલ છે ત્યારે લોક સભામાં મહત્વના રાજ્ય તરીકે ગુજરાત હોય ત્યારે ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટીના ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ સંજયભાઇ ભડીયાદરા ની વરણી કરવામાં આવેલ હોય જે બાબતે આજે બોટાદ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ. નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાત ની ૨૬ સીટો સાથે કેન્દ્ર માં પોતે સરકાર બનાવશે તેમજ તેમની પાર્ટી ના ઉમેદવાર પસદગીમાં કોઇપણ જાતની જાતી કે જ્ઞાતિ પર નહી પરતું જેનામાં રાષ્ટ ભાવના હોય અને ગરીબ લોકોની સેવા કરી શકે તેવા ઉમેદવારો ની પસદગી કરવામાં આવશે તેમજ કેન્દ્ર માં સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત સાથે એક રૂપિયા સામે ડોલર ને સમાંતર કરવામાં આવશે તેમજ ગરીબ લોકોને ઘરનું ઘર મળે અને પુરતી આરોગ્ય ની સેવા મળે તેજ ઉદેશ હોવાના નવ નિયુક્ત રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટી ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ સંજયભાઇ ભડીયાદરાએ જણાવ્યું હતું.