શામળદાસ કોલેજ દ્વારા ગાંધી નિર્વાણ દિને પદયાત્રા યોજાઈ

790

ભાવનગર યુનિવર્સિટી સચાંલિત શામળદાસ આર્ટસ કોલેજના યજમાનપદે તથા એનએસએસના સંયુકત ઉપક્રમે મહાત્મા ગાંધીજીના નિર્વ્ણ દિન નિમિત્તે શામળદાસ આર્ટસ કોલેજના સ્વામી વિવેકાનંદ હોલથી યુનિવર્સિટીના મહાત્મા ગાંધી કેમ્પસમાં આવેલ પૂજય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પદયાત્રા કાર્યકારી કુલપતિ ડો. ગિરીશભાઈ એસ.પટેલની ઉપસ્થિતિમાં તા. ૩૦-૧-ર૦૧૯ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે યોજાઈ હતી.

આ પદયાત્રા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોચ્યા પછી સવારે ૧૧-૦ર કલાકે ર મિનિટનું મૌન પાળવામાં આવેલ. કાર્યકારી કુલપતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવ્યા બાદ ઉપસ્થિત એકઝીકયુટિવ કાઉન્સિલના સભ્ય, કોર્ટના સભ્ય, વિવીધ ભવનોના અધ્યક્ષઓ, કોલેજોના આચાર્યઓ, ઈનચાર્જ કુલસચિવ, નાયબ કુલસચિવ, ડો. ભાવેશભાઈ જાની, શારીરિક શિક્ષણ નિયામક ડો. દિલીપસિંહ ગોહિલ, યુનિવર્સિટીના ઈજનેર જતનભાઈ ત્રિવ્દી, એન.એસ.એસ.ના કો-ઓર્ડિનેટર હિમલભાઈ પંડયા, યુનિવર્સિટી, ભવનો અનેક ોલેજોના વહિવ્ટી કર્મચારીઓ અને એન.એસ.એસ.ના કો-ઓર્ડિનેટર હિમલભાઈ પંડયા, યુનિવર્સિટી, ભવનો અને કોલેજોના વહિવ્ટી કર્મચારીઓ અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર તેમજ એન.એસ.એસ.ના ૪૦૦ સ્વયંસેવકોએ પૂજય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજંલિ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા ત્યારે યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ રાષ્ટ્રીય ભક્તિમય બની ગયું હતું.

Previous articleરાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટી ગુજરાત રાજ્યમાં ર૬ બેઠક પર ચૂંટણી લડશે
Next articleકટરા-અમદાવાદ ટ્રેનને ભાવનગર સુધી લંબાવાઈ