કટરા-અમદાવાદ ટ્રેનને ભાવનગર સુધી લંબાવાઈ

1520

ભાવનગર-બોટાદ જીલ્લાના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા  થયેલ રજૂઆતથી કટરા-અમદાવાદ ટ્રેનને ભાવનગર સુધી અને ધાંગધ્રા-સુરેન્દ્રનગર સુધીની ટ્રેન ને  બોટાદ સુધી લંબાવવા મંજુરી  મળી. તેમજ ભાવનગર-ગાંધીનગર વાયા સુરેન્દ્રનગર ટ્રેન ટુક સમયમાં પ્રારંભ થશે.

ભાવનગર રેલ્વે ડીવીજનમાં લોકઉપયોગી માંગણીઓને પૂરી કરવા માટે અને રેલ્વે મુસાફરી સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા માટે ભાવનગર-બોટાદ જીલ્લાના લોકપ્રિય સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા માન. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈમોદી તેમજ રેલ્વેમંત્રી સુરેશપ્રભુજી,મનોજસિન્હા અને મંત્રી પીયુષ ગોહીલજીને રૂબરૂ મળીને મૌખિક-લેખિત તેમજ પાર્લામેન્ટ ફ્લોર પર માંગણીઓ કરી.

ભાવનગર પરા, સોનગઢ, શિહોર,બોટાદ સ્ટેશનોનો બ્યુટીફીકેશન તેમજ શિહોર જંકશન, પાલીતાણા અને ઢસા સ્ટેશનો પર વર્તમાન પ્લેટફોર્મની લંબાઈ તેમજ ઉચાઇ વધારો કરી લેવલ કરવામાં આવશે.ભાવનગર મંડળના કુલ ૨૭ સ્ટેશનોમાં કવરશેડ અને ૯  જેટલા ઓવરબ્રીઝ સહીત પરા વિસ્તારના સ્ટેશન પર રિર્ઝવેશન ટીકીટબારી કાર્યરત કરાવી,સ્વચ્છ પીવાના ઠંડાપાણીની સુવિધાઓ,ફ્રુડ પ્લાઝા તેમજ યાત્રીઓને બેસવા માટે ની વ્યવસ્થા, ભાવનગર-સાબરમતી-અમદાવાદ અને ભાવનગર ઢસા-જેતલસર જુનાગઢની મીટર ગેઈઝ લાઈનોની બ્રોડગેઈઝ કન્વર્ઝન  ખુબજ મહત્વનું જરૂરી કાર્ય પ્રારંભ કરાવવા અને ભાવનગર-જમ્મુતાવી હોલીડે સ્પેશ્યલ ટ્રેનને શરુ કરાવવા મળેલી સફળતા સહીત ભાવનગર-બાંદ્રા, ભાવનગર-સરાઈરોયલા, પાલીતાણા-બાન્દ્રા, ભાવનગર-અમદાવાદ, ભાવનગર-જમ્મુતાવી સમર ટ્રેન, ભાવનગર-સુરત ભાવનગર-બોટાદ ની જનતા જનાર્દન માટે વધુ સુવિધાઓ પ્રાપ્ત થઇ.

Previous articleશામળદાસ કોલેજ દ્વારા ગાંધી નિર્વાણ દિને પદયાત્રા યોજાઈ
Next articleવિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી SOG પોલીસ