મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સ્ટીની એકેડમિક કાઉન્સિલની સભા તા. ૩૧-૧-ર૦૧૯ના રોજ કાર્યકારી કુલપતિ ડો. ગિરીશભાઈ એસ. પટેલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવ્ર્સિટીના સભાખંડમાં મળી હતી. જેમાં વવિધ નિર્ણયો લેવાયેલ. ૯૭ કોલેજોના ચાલુ/ વધારાના જોડાણો મંજુર કરવા એકઝીકયુટિ્વ કાઉન્સિલને ભલામણ કરવામાં આવી, ૧૧ કોલેજોના નવા જોડાણો મંજુર કરવા એકઝીકયુટિવ્ કા.ન્સિલને ભલામણ કરાવામાં આવી, પોલિટેકનિકલ ડિપલોમાં હોલ્ડરને સેમેસ્ટર-૩માં પ્રવેશ આપવા અંગે સરકારના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવ્યું, શૈક્ષણિક વર્ષ -ર૦૧૮-૧૯થી નવા અમલમાં આવેલ ડિપ્લોમાં, પી.જી. ડિપ્લોમાં અભ્યાસક્રમોને યુનિવ્ર્સિટીના પ્રર્વતમાન સ્ટેચ્યુટમાં સમાવેશ કરવા એકઝીકયુટિવ કાઉન્સિલને ભલામણ કરવામાં આવે છે. એમ.એચ.આર.ડી. અભ્યાસક્રમ શિક્ષણ વિદ્યાશાખા અંતર્ગત છે. તેના બદલે મેનેજમેન્ટ વિદ્યાશાખા અંતર્ગત તેમજ ડી.એમ.એલ.ટી. અભ્યાસક્રમ વિજ્ઞાન વિદ્યાશાખા અંતર્ગત છે. તેના બદલેત બીબી વિદ્યાશાખા અંતર્ગત તબદીલ કરવાનું નીડ સંદર્ભે ડીનઓની મીટિંગમાં સુચવ્યા મુજબ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું., બી.પી.જી.ટી.આર.ના સભ્ય તરીકે ફેકલ્ટી દિઠ માન્ય અનુસ્નાતક શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી. આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત આપવા અંગે યુજીસી અને ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના આવેલપ ત્ર અન્વયે જોગવાઈ કરવા આગળની જરૂરી કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું. યુજીસી અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના પત્ર અન્વયે બેંચમાર્ક વિકલાંગતાવાળા વ્યક્તિઓ માટે લેખિક પરીક્ષા લેવા માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું.