અભિનેતા વરુણ ધવને રેમો ડીસોઝાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ૨૩મી જાન્યુઆરીના દિવસે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ હવે અમૃતસરમાં કરવામાં આવ્યા બાદ લંડનમાં કરવામાં આવશે. અટારી સરહદ ઉપર પરફોર્મન્સ સાથે શૂટિંગ ૨૩મી જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું. ૧૦મી ફેબ્રુઆરીથી લંડનમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી કામ કરી રહી છે. બંને લંડનમાં પોતાના ભાગરુપે એક ડાન્સ ગીત પર શૂટિંગ કરશે. એવું જાણવા મળ્યું છે કે, બંને શ્રદ્ધા અને નોરા ફિલ્મના વિરોધી ટીમમાં નજરે પડશે. આ ફિલ્મ ડાન્સ ઉપર આધારિત છે અને આમા બે ટીમો દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં ડાન્સના નવા સ્વરુપ દર્શાવવામાં આવશે. તમામ કલાકારો ડાન્સ સેટ માટે રિહર્સલની તૈયારી શરૂ કરી ચુક્યા છે. સ્ટોરીના મહત્વપૂર્ણ ભાગરુપે સિક્વલ છે. માહિતગાર સુત્રોએ કહ્યું છે કે, વરુણ ધવન ફિલ્મમાં પંજાબી યુવાનની ભૂમિકામાં નજરે પડશે જ્યારે શ્રદ્ધા કપૂર ફિલ્મમાં પાકિસ્તાની ડાન્સર તરીકે નજરે પડશે. બંને પાત્રો બ્રિટનમાં આધારિત છે. શ્રદ્ધા કપૂર પાંચ ડાન્સ ફોર્મ શીખી રહી છે જેમાં આફરો, ક્રૂમ, કોપિંગનો સમાવેશ થાય છે. રેમો ડિસોઝા દ્વારા કોરિયોગ્રાફી કરવામાં આવી છે. લંડનમાં યોજાનાર શૂટિંગને ૨૫મી માર્ચ સુધી પરિપૂર્ણ કરી લેવાની યોજના છે. રેમો ડિસોઝા પાંચમી ફેબ્રુઆરીના દિવસે બ્રિટન પહોંચ્યા બાદ તમામ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવામાં આવશે. તેમના પહોંચ્યા બાદ તમામ કલાકારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે અને ફિલ્મના શૂટિંગના હિસ્સાને આગળ વધારવામાં આવશે.