મિતાલી રાજ ૨૦૦ વનડે રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર

711

ભારતીય મહિલા અને ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ વચ્ચેની સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ હેમિલ્ટનના સડન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાય છે. આ મેદાન પર ટોસ માટે આવતા જ મિતાલી રાજએ ઇતિહાસ સર્જયો છે. આ તેમના વનડે કારકિર્દીની ૨૦૦મી વનડે છે. આ આંકડા સુધી પહોંચનારા તે પ્રથમ મહિલા ક્રિકેટર છે. તેમજ આ મેચમાં તેઓ કેપ્ટન છે. જે કેપ્ટન તરીકેની તેમની ૧૨૩મી મેચ છે, જે એક રેકોર્ડ છે. મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ મીતાલીના નામે છે. તેમણે વનડેમાં ૬૬૨૨ રન બનાવ્યા છે, જ્યારે પુરુષ ક્રિકેટરમાં સચિન તેંડુલકરના નામે ૧૮,૪૨૬ રન નોંધાયેલા છે. તેમણે ગયા વર્ષે એપ્રિલમાં ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવડ્‌ર્સની ૧૯૧ મેચોનો વર્લ્ડ રેકોર્ડને તોડ્યો હતો. આ મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નાગપુરમાં રમાઇ છે. ઉલ્લેખનિય છે કે મિતાલીએ વનડેમાં પ્રવેશ જૂન ૧૯૯૯માં કર્યો હતો. અને આયર્લેન્ડ સામે તેની વનડે કારકિર્દીની પહેલી મેચ રમી હતી.

Previous articleવેલેન્ટાઇન ડે પર રોમેન્ટિક ટ્રેક લઈને આવશે દર્શન રાવલ!
Next articleગૌતમ ગંભીરે વિશ્વ કપ માટે અશ્વિનને લેવા કર્યો આગ્રહ