હિંમતનગર શહેરના લઘુમતિ વિસ્તાર તેમજ બળવંતપુરા માલિવાડા સહિતના વિસ્તારોમાં ઈ.વી.એમ. ખોટકાઈ જવાની ફરિયાદો ઉઠી હતી

840
gandhi15122017-8.jpg

સાબરકાંઠા જીલ્લામાં ૧ર વાગ્યા સુધીમાં ૩૬ % મતદાન નોધાયુ હતુ.મતદાનના શરૂઆતમાં તબકકાઓમાં કયાંક ઈવીએમ મશીનને સ્ટાટૅઅપ કરવામાં તકલીફોની ફરિયાદો હતી. જે ટેકનીકલ સ્ટાફ ધ્વારા બદલાવીને શરૂ કરાયા હતા. 
હિંમતનગર તાલુકાના સવગઢ ૪પ/૩ બુથ ઉપર ૮૪ મત પડયા પછી બગડેલ મતદાન સમય લંંબાવી આપવા બુથ ઉપર જણાવાયુ. સવારના ૯/૪પ થી ૧૦/૧૦ કલાક સુધી મતદાન બંધ થયુ હતુ.પ્રિસાઈડીંગ ઓફિસર નાનજીભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે મશીનમાં બીપ અવાજ બંધ થતા લોકોની ફરિયાદ ધ્યાને લેવાઈ હતી. માલીવાડા બુથમશીન નંબર-૩૧૩માં ૩ઃ૧ વોટ પડતા હોવાની આક્ષેપ સાથેની ફરિયાદનુ નિરાકરણ ચેક કરી લાવવામાં આવ્યુ હતુ.મદ્રેસા હાઈસ્કુલ – હિમતનગરના બુથો ઉપર મત આપવામાં બીજે વોટ જતો રહેતો હોવાની અફવાએ જોર પકડતા કલેકટરે તેમજ જીલ્લા ચુંટણી અધિકારીએ રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં મશીનમાં કોઈ ગરબડી ન હોવાનુ બહાર આવ્યુ હતુ.

Previous articleહિંમતનગરના સવગઢની પ્રાથમિક શાળામાં ઈ.વી.એમ. મશીનમાં બીપ અવાજ બંધ થઈ જતાં તંત્ર ધ્વારા મશીન બદલવામાં આવ્યું
Next articleભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા મતદાન કયુૅં