બજેટ ૨૦૧૯માં દેશના રમતવીરો માટે સારા સમાચાર, રૂ.૨૧૮૧.૯૦ કરોડની જોગવાઇ

689

નાણા પ્રધાન પીયુષ ગોયલએ લોકસભામાં મોદી સરકારનું વચગાળનું બજેટ રજૂ કર્યું છે. દેશમાં થોડા જ દિવસો પછી લોકસભાની ચૂંટણી થવાની છે. તેવામાં આ બજેટમાં કેટલીક એવી જાહેર કરવામાં આવી છે તે ખેલ જગતને લગતી છે.

કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીઓ પહેલાં તેમનું છેલ્લું બજેટ રજૂ કરી દીધુ છે. છેલ્લા બજેટમાં રમત અને યુવા કાર્યકારી મંત્રાલય માટે સર્વસંમતિથી ચાલુ નાણાકીય વર્ષમાં સુધારેલા અંદાજની તુલનામાં ૨૦૦ કરોડ રૂપિયા (દસ ટકાથી વધુ) નો વધારો કર્યો છે.

જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન અને પુરસ્કારની રકમ તેમજ ભારતીય રમત સત્તાધિકારના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

એક અહેવાલ પ્રમાણે નાણા પ્રધાન પીયુષ ગોયલ દ્વારા લોકસભામાં પ્રસ્તાવિત વચગાળનું બજેટ ૨૦૧૯-૨૦ રજૂ કરતા રમત અને યુવા કાર્યકારી મંત્રાલય માટે રૂ. ૨૧૮૧.૯૦ કરોડની જોગવાઇ કરી છે.

વર્ષ ૨૦૧૮-૧૯ માટે સુધારેલા અંદાજમાં આ રકમ ૧૯૮૧.૦૩ કરોડ રૂપિયા છે. ખેલાડીઓને પ્રોત્સાહન અને પુરસ્કારની રકમ અગાઉના અંદાજપત્રમાં ૩૧૬.૯૩ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૨૯૯.૨૭ કરોડ રૂપિયા હતી. જે હવે વધારીને રૂ. ૪૧૧ કરોડ કરવામાં આવી છે.

Previous articleન્યુઝીલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ મેચ હારી, સીરીઝ જીત્યુ
Next articleબરડા ડુંગરમાં ગીરના સિંહોનું બીજું ઘર નહીં બને, કેન્દ્રએ પ્રપોઝલ ફગાવી