અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની ધરપકડ, ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી

796

ભારતની એજન્સીને મોટી સફળતા મળી છે. ગેંગસ્ટર અને અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી દક્ષિણ આફ્રિકાના સેનેગલમાંથી ઝડપાઈ ગયો છે. ભારતીય અજન્સીઓએ ટેક્નિકલ અને હુમન ઈન્ટેલિન્જસના મદદથી રવિ પૂજારીને ઝડપી પાડ્‌યો છે.

પ્રાપ્ત માહીતિ અનુસાર, ભારતીય એજન્સીઓના ઈનપુટ પર સેનેગલમાં રહેતા ડોન રવિ પૂજારીને ઝડપી લેવામાં આવ્યો છે, રવિ પૂજારી પર ભારતીય એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહી હતી, રવિ પૂજારીના નામે ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ પણ બહાર પાડવામાં આવેલી હતી. આખરે ટેક્નિકલ અને હુમન ઈન્ટેલિન્જસના મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, રવિ પૂજારીને મોટા ગેંગસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. રવિ પૂજારી પહેલા છોટા રાજન ગેંગ સાથે જોડાયો હતો.૨૦૦૦ની સાલમાં બેંગકોકમાં છોટા રાજન પર હુમલા પછી જ્યારે રાજન ગેંગમાં ફૂટ પડી ત્યારે તે અલગ થઈ ગયો હતો. તેણે પોતાની ગેંગ બનાવી હતી અને બિલ્ડરો, પત્રકારો, બોલીવૂડ સ્ટાર્સને પૈસા માટે ધમકાવવાનુ શરુ કર્યુ હતુ. તેણે ગુજરાતના કેટલાએ બિઝનેસમેનો પાસેથી પણ ખંડણી વસુલ કરી છે. વિલિયમે જ રવિ પૂજારીનુ લોકેશન અધિકારીઓને આપ્યુ હતું અને એ પછી ઈન્ટરપોલ થકી રવિ પૂજારી સામે રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હતી.

રવિ પૂજારીની દાઉદ સાથે સમજૂતી થઈ હતી. પહેલા તો રવિ પૂજારીનું અસ્તિત્વ છે કે નહી તે સવાલ હતો. તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સના ધંધામાં આજે પણ દાુદનો દબદબો છે. જેના કારણે રવિ પૂજારીએ દાઉદ સાથે હાશ મિલાવી દીધો હતો. ૨૦૧૬માં ઈસ્ટ આફ્રિકામાં સેટ થઈ ગયો હતો રવિ પૂજારી, તેણે ત્યાં હોટલ અને રેસ્ટોરન્ટ ખોલી હતી. મહારાજા અને નમસ્તે ઈન્ડિયાની ચેઈન આફ્રિકામાં ખોલી હતી. તેની પાસેથી નાઈજિરીયન પાસપોર્ટ પણ મળી આવ્યો છે. તેણે ૨૦૧૮માં ઝાંઝિબાર ખાતે કર્યું સ્થળાંતર કર્યું અને ઝાંઝિબારથી નાર્કોટેસ્ટનો કરતો ધંધો કરતો હતો.

સૂત્રો અનુસાર, તે સમયે જ તે દાુદ સાથે ફરી સંપર્કમાં આવ્યો. ઝાંઝિબારમાં બારતીય એજન્સીઓની મજબૂત પકડ પૂજારીને દેખાઈ ગઈ હતી. ત્યારબાદ તે સેનેગલ ખાતે રહેવા જતો રહ્યો. હમણાં જ થોડા સમય પહેલા દેશના સિમેન્ટ ઉત્પાદક માલિકને ખંડણી માટે ધમકી ભર્યા ફોન કર્યા હતા. રવિ પોતાની સાથે ૪ ગનમેન રાખતો હતો. તે હંમેશા એસયૂવી કારમાં જ ફરતો હતો. તેણે ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ખંડણી વસુલી હતી, જેને લઈ તે ગુજરાત એટીએસની રડારમાં તો હતો જ. અત્યાર સુધીમાં તે દેશના ૪૫ મોટા માથાઓને ધમકી આપી ચુક્યો છે.

Previous articleઅભ્યાસના નામે ગુજરાતમાં આવતા નાઇઝીરિયનોએ કર્યું સાઇબર ફ્રોડ
Next articleગોધરા કેસમાં ૧૧ દોષિતને ફાંસી સંભળાવનાર જજને અપાયું નવું પદ