ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે વચગાળાનું બજેટ રજુ કર્યું છે. ત્યારે આ બજેટની સાથે સુરતના ટેક્સટાઇલ,ડાયમંડ અને જરી ઉદ્યોગનીની સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા ઉદ્યોગવર્ગમાં હતી. જોકે, સુરતના મુખ્ય ત્રણ ઉદ્યોગોને કોઈ રાહત આપવામાં આવી નથી. અને પ્રશ્નોનું નિરાકરણ પૂર્ણ બજેટમાં આવવાની આશા ચેમ્બરના ઉપપ્રમુખ કેતન દેસાઈ દ્વારા સેવવામાં આવી હતી. સુતરના ત્રણેય મુખ્ય ઉદ્યોગોની માંગણીઓમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની ટર્ન ઓવર ટેક્ષની માંગણી છે. કારણ કે મુંબઈના ભારત ડાયમંડ બૂર્સમાં ઓક્શન હાઉસ તૈયાર થયું હોવા છતાં વિશ્વભરની ડાયમંડ માઈનિંગ કંપીઓ સીધી રફનું વેચાણ કરી શકતી નથી. તો ટેક્સટાઈલ ઉદ્યોગમાં મુખ્યત્વે વિવિંગ ઉદ્યોગની માંગ લેપ્સ થતી ક્રેડિટ પર આપવા અથવા આપઓવ કરવા તથા રફિંડ આપવાની માંગણી મુખ્ય છે. સુરત રિજિયનના ડાઈંગ-પ્રોસેસિંગ એકમોની કરોડોની રકમનું રિફંડ પણ બાકી છે. જ્યારે ટ્રેડિશનલ-ઈમિટેશન જરી પર ૧૨ ટકા જીએસટીનો દર લાગુ છે. તેને બદલે ૫ ટકા ટેક્ષ લાગુ કરવાની માંગ જરી ઉદ્યોગના જુદા જુદા સંગઠનો કરી રહ્યા છે.