પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક “મેક ઇન ઇન્ડિયા” હેઠળ દેશમાં બનેલી સૌથી ફાસ્ટ ટ્રેન (વંદે માતરમ એક્સપ્રેસ )ને રાજધાની દિલ્હીથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન ૧૮ને ૪ ફેબ્રુઆરીથી દોડવામાં આવી શકે છે. આ ટ્રેનનું ઉદ્ઘટાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ કરવાના છે.
આ ટ્રેન ૧૮ની વાત કરવામાં આવે તો, વંદે માતરમ એક્સપ્રેસનું ભાડું દેશની શતાબ્દી ટ્રેનોના મુકાબલામાં ૪૫ ટકા વધુ હોઈ શકે છે. જયારે આ ટ્રેન દેશની અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન હશે.
આ પહેલા ટ્રેન ૧૮નો એક સફળ ટ્રાયલ કરવામાં આવી ચુક્યો છે અને સેમી હાઈસ્પીડ ટ્રેન આ ટ્રાયલમાં ૩૦ મિનિટના વિલંબ બાદ સંગમનગરી પહોંચી હતી. આ સફળ ટ્રાયલની ખાસ વાત એ છે કે, ટ્રેન ૧૮ને કાનપુરથી પ્રયાગરાજ સુધીનું ૨૦૦ કિમીનું અંતર માત્ર ૨ કલાકમાં જ કાપ્યું હતું. નવી દિલ્હીથી પ્રયાગરાજ સુધી પહોચવા માટે ટ્રેને ૬.૫૩ કલાકનો સમય લીધો હતો. જો કે આ ટ્રેને ૬.૨૫ કલાકમાં જ પહોચાવાનું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે “ટ્રેન ૧૮”ને તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન જૂની શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે.સાથે સાથે આ ટ્રેનમાં એન્જિન નહિ હોય, પરંતુ કોચમાં જ એન્જિનનો ભાગ હશે.