મહિલા PI ચાવડાની ધરપકડ : ૧ દિવસના રિમાન્ડ

2508

ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. જાગૃતિબેન ચાવડા સામે સરકારી નાણાની ઉચાપત કર્યાની ગત રાત્રીના સીટી ડીવાયએસપી મનિષ ઠાકર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ આજે સવારે તેમની ધરપકડ કરાઈ હતી. સાંજે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે.

શહેરનો ભરતનગર વિસ્તાર કે જયાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હતી ત્યારે પી.આઈ. તરીકે જાગૃતિબેન, ચાવડાની નિમણુંક થયેલ. ત્યાર બાદત ેમણે આવારા અને માથભારે તત્વો સામે કડક હાથે કામગીરી કરી અને આવારા તત્વોને ભોભીતર કરતા તેઓ દબંગ પી.આઈ. તરીકે જાણીતા બન્યા હતાં. તેઓ વાહન ચેકીંગ કરીને લોકોને મોટી રકમનો દંડ  ફટકારતા હતા ત્યારે તેમના વિરૂધ્ધ અનેક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. જયારે આઈ.જી. સમક્ષ દંડની પહોંચમાં જુદી રકમ દર્શાવી અને ડુપ્લીકેટમાં ઓછી રકમ દર્શાવી સરકારી નાણાની ઉચાપત કરતા હોવાની ફરિયાદ આવતા  એસ.પી. ને તપાસ કરવા જણાવતા એસ.પી.એ સીટી ડીવાય એસ.પી.ને તપાસ કરવા જણાવતા એસ.પી.એ સીટી ડીવાય એસ.પી. ઠાકરને તપાસ સોપતા આ હક્કિત સત્ય હોવાનું બહાર આવેલ. અને સાતેક કિસ્સામાં પહોંચમાં જણાવેલ દંડની રકમ સરકારી તિજોરીમાં ઓછી જમાં કરાવી ૬,૪૦૦ની ઉચાપત કર્યાનું બહાર આવતા ગત રાત્રીના ભરતનગર પો.સ્ટે.માં પી.આઈ. ચાવડા વિરૂધ્ધ સીટી ડીવાયએસપી ઠાકરે ફરિયાદ નોંધાવી હતી.

દરમ્યાન આજે સવારે ભરતનગર પો.સ્ટે.થી પી.આઈ. ચાવડાની ધરપકડ કરાઈ હતી અને સાંજે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તેમના આવતીકાલ સાંજ સુધી એટલે કે ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. અત્રે  ઉલ્લેખનીય છે કે પી.આઈ. કક્ષાના વ્યક્તિ અને ઉચો પગાર ધરાવતા હોય તે સરકારી પહોંચ સાથે ચેડા કરે અને ૬ હજારની ઉચાપત કરે તે વાત પ્રથમ દ્રષ્ટિએ માન્યામાં આવે તેમ ન હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તપાસમાં શું ખુલે છે તેના પર સૌની મીટ છે. બનાવ અંગે પોલીસ બેડામાં ખળભળભાટ  મચ્યો છે.

મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કાવતરૂ રચાયું છે  – પી.આઈ. ચાવડા

ભરતનગર વિસ્તારમાં ભુતકાળમાં પડી ભાંગેલી કાયદો વ્યવસ્થા અને માથાભારે શખ્સનોે અંકુશમાં લવાયા છે અને ગેર પ્રવૃત્તિઓ બંધ કરાવી શાંતિ સ્થાપી છે ત્યારે તેમના વધેલા નામને બદનામ કરી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું તેમના પોલીસ સ્ટેશનમાંથી જ કાવતરૂ કરાયું હોવાની આશંકા પી.આઈ. જાગૃતિબેન ચાવડાએ મીડીયા સમક્ષ વ્યકત કરી હતી અને તેઓને કોર્ટમાંથી ન્યાય મળશે જ તેવી આશા વ્યકત કરી હતી.

લાખોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા : એસ.પી.માલ

ભાવનગર જિલ્લા પોલીસ વડા પી.એલ.માલએ ‘લોકસંસાર’ સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે જાગૃતિબેન વિરૂધ્ધ આઈ.જી. સાહેબ પાસે લોકોની ફરિયાદો આવતા તેઓએ મને ઈન્કવાયરી કરવા જણાવતા ડીવાયએસપી ઠાકરને તપાસ સોંપે અને એક મહિતાની તપાસના અંતેત ેઓ દંડની પહોંચ બુકમાં ઓરીજીનલમાં વધારે રકમ લખતા અને બાદમાં કાર્બન કોપીમાં ઓછી રકમ લખીને સરકારમાં નાણા જમાં કરાવતા હતા આવી ૧૬ બુકો મળી આવી છે. ત્યારે લાખોનું કૌભાંડ બહાર આવે તેવી શંકા વ્યકત કરી હતી.

Previous articleરાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તળે નિકળેલી રેલી
Next articleજાફરાબાદ મામલતદારનો વિદાય સમારોહ