ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું આજે વોટિંગ થઇ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯૭ વર્ષના માતા હીરા બા ગાંધીનગરના સેકટર-૨૨માં આવેલ સ્કૂલમાં મતદાન કર્યું હતું. તેમણે ભાજપાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે હે રામ, ગુજરાતનું ભલો કરો.
હીરા બાને તેમના દીકરા પંકજ મોદી પોલિંગ બુથ સુધી લઇ ગયા હતા. ત્યારબાદ હીરા બા એ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉંમરના અંતિમ પડાવ પર બુથ સુધી મતદાન કરવા લોકોને પ્રેરિત કરે છે.
હીરા બા એ સવારે ૮ઃ૧૦ વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા અને ૮ઃ૨૦ વાગ્યે ગાંધીનગરની સેકટર-૨૨ની સ્કૂલમાં બનેલ બુથ પર પહોંચ્યા. ત્યારબાદ દીકરા પંકજ મોદીના ખભાના સહારે વોટિંગ કર્યું.
વોટિંગ કર્યા બાદ મીડિયા સાથે વાત કરાતં ભાજપાની જીતનો ભરોસો વ્યક્ત કર્યો. આપને જણાવી દઇએ કે આ વખતે તેઓ સવારે મતદાન કરવા પહોંચ્યા જ્યારે આની પહેલાં તેઓ બપોરે અને સાંજના સમયે પોતાનો વોટ મતાધિકાર માટે બુથ સુધી પહોંચ્યા હતા.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં હીરા બા ઑટો રિક્ષામાં મતદાન કરવા પહોંચ્યા હતા. પરંતુ આ વખતે તેઓ સફેદ રંગની કારમાં વોટ આપવા માટે આવ્યા હતા. નોટબંધી દરમ્યાન પણ નરેન્દ્ર મોદીના માતાએ બેન્કની લાઇનમાં ઉભા રહી જૂની નોટ બદલાવી હતી.