ગ્રામિણ ભારતથી લઈને ભવિષ્યના ભારત  સુધીની અપેક્ષા પુર્ણ કરનારૂ બજેટ – ભાજપ

1077

વિશ્વની સૌથી મોટી લોકશાહીના મંદિર સમાન લોકસભાના ફલોર પર આજે દેશના વૃત્તમંત્રી પીયુશ ગોયલએ રજુ કરેલ કૃષી, શ્રમીક, ગરીબ અને મધ્યમ વર્ગીય વિકાસશીલ બજેટને શહેર ભાજપાએ આવકાર્યુ હતું અને રાષ્ટ્રની ગર્મીણ ભારતથી લઈ ભવિષ્યના ભારત સુધુની સૌની અપેક્ષા-આકાંક્ષા પુર્ણ કરનારૂ વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું.

આજના બજેટ અંગે  પ્રતિભાવ આપતા શહેર અધયક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે નોટબંધીના નિર્ણય બાદ પણ સરકારની આવકમાં અને ટેકસ પેઈડ કરનાર કરદાતાની સંખ્યામાં વધારા સાથે કેન્દ્ર સરકારનુંઅ ાજનું બજેટ મોદી સરકારના શુસાધનનો સુંદર નમુનો છે. બજેટમાં કેન્દ્ર સરકારે દેશના ગરીબો, કિસાનો, શ્રમીકો અને મધ્યમવર્ગના લગભગ તમામ લોકોને ફાયદો પહોંચાડનારૂ બજેટ રજુ કરવા સાથે કેન્દ્ર સરકારની વિકાસયાત્રા અને દેશની આર્થિક પ્રગતિનું પ્રતીબિંબ પાડતું તમામ વર્ગના લોકોને આવરતું સાર્વત્રિક અને સર્વસ્પર્શી બજેટ છે. વૃત્તમંત્રી પિયુષ ગોયલ દ્વારા આજે મધ્યમ વર્ગીય લોકો, કર્મચારીઓ અને નાના વેપારીઓને સૌથી મોટો લાભ આપતા ઈન્કમટેકસ મર્યાદા જે અઢી લાખની હતી તે ડબલ કરતા પ લાખની કરવામાં આવતા દેશના ૩ કરોડ નાના વેપારીઓ અને કર્મચારીઓને પ લાખ સુધીની આવક ઈન્કમ ટેક્ષમાંથી ફી જાહેર કરતા મધ્યમવર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. કેન્દ્ર સરકારના આ પગલાને કારણે મધ્યમ વર્ગના નાના વેપારીઓ અને કર્મચારીઓને વાર્ષિક ૧૩૦૦૦ સુધીની માતબર બચત મળશે આ ઉપરાંત કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત પ એકરથી નીચે ખેતી ધરાવનાર કિસાનને વાર્ષિક ૬૦૦૦ રૂા. તેના એકાઉન્ટમાં સીધા જમા કરવા સાથે દેશના ૧ર કરોડથી વધુ નાના કિસાનો-ખેડુતોને સીધી આ યોજનાનો લાભ ચાલુ વર્ષથી આપીને ખેડુતોનું  સન્માન કર્યુ હતું.

Previous articleકેન્દ્રીય બજેટ મતો મેળવવા માટે લોલીપોપ સમાન – કોંગ્રેસ
Next articleમધ્યમ વર્ગ માટે પાંચ લાખની વાર્ષિક આવક પર ટેક્સ નહીં