નવી દિલ્હી :બજેટ ભાષણને પૂર્ણ કરતી વખતે નાણાંમંત્રી પિયૂષ ગોયલે કહ્યુ કે આ ફક્ત વચગાળાનું બજેટ નથી, દેશની વિકાસ યાત્રાનું માધ્યમ છે. દેશવાસીઓનો જુસ્સો વધી રહ્યો છે. નવા ભારતના નિર્માણમાં સશક્ત પગલાઓ ભરવામાં આવ્યા છે. આપણે સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડીશુ. દેશની જનતાનો વિકાસ એજ દેશનો વિકાસ. અમારી નીયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે.