મધ્યમ વર્ગ માટે પાંચ લાખની વાર્ષિક આવક પર ટેક્સ નહીં

742

નવીદિલ્હી : ચૂંટણી વર્ષમાં જેવી ગણતરી હતી તેવું જ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવક ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. વધારાની આવક ઉપર ફાયદો મળશે નહીં. જો કે, વચગાળાના બજેટમાં પગારદાર વર્ગ, પેન્શનરો, વરિષ્ઠ નાગરિકો અને નાના કારોબારીઓને મોટી રાહત આપવામાં આવી છે. પીયુષ ગોયલે કહ્યું હતું કે, પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા કરદાતાઓને ટેક્સમાં છુટછાટ મળશે. તેમને કોઇ ટેક્સ આપવા પડશે નહીં. જો કે, જેમની ટેક્સેબલ આવક પાંચ લાખ રૂપિયાથી વધારે છે તેઓ આની હદમાં આવશે નહીં. કારણ કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. નાણામંત્રીએ કહ્યું હતું કે, જે લોકોની આવક ૬.૫૦ લાખ રૂપિયા સુધીની છે તેમને પણ કોઇ પ્રકારના ટેક્સ ચુકવણી કરવાની ફરજ પડશે નહીં પરંતુ આ લોકો ૮૦સી હેઠળ બચતના સાધનોમાં રોકાણ કરે તો જ લાભ મળશે. સાથે સાથે પહેલાની જેમ બે લાખ રૂપિયા સુધીના હોમલોનના વ્યાજ, એજ્યુકેશન લોન ઉપર વ્યાજ, રાષ્ટ્રીય પેન્શનમાં યોગદાન, મેડિકલ ઇન્સ્યોરન્સ, વરિષ્ઠ નાગરિકોની તબીબી સેવા પર થનાર ખર્ચ જેવા વધારાના ખર્ચની સાથે વધુ વ્યક્તિઓને પણ ટેક્સ ચુકવવા પડશે નહીં. આનાથી મધ્યમ વર્ગના ત્રણ કરોડ કરદાતાઓને કરમાં ૧૮૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થશે.

સાથે સાથે છેલ્લા બજેટમાં લાવવામાં આવેલા સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા પણ ૪૦૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦૦૦ રૂપિયા સુધીૂ કરવામાં આવી છે. બેંક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ ઉપર ૧૦૦૦૦ની જગ્યાએ હવે ૪૦૦૦૦ રૂપિયા સુધી વ્યાજ ટેક્સ ફ્રી થઇ જશે. રેન્ટલ ઇન્કમ પર ટીડીએસની મર્યાદા ૧.૮૦ લાખ રૂપિયાથી વધારીને ૨.૪૦ લાખ કરી દેવામાં આવી છે. બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો આજે કરવામાં આવી હતી. નાના કરદાતાઓને રાહત આપવા માટે મકાનના ભાડા ઉપર કરકાપ માટે ટીડીએસ મર્યાદા ૧૮૦૦૦૦થી વધારીને ૨૪૦૦૦૦ કરોડ રૂપિયા કરાઈ છે. આ ઉપરાંત પોતાના કબજાવાળા બીજા મકાનના અંદાજિત ભાડા પર લાગનાર ઇન્કમટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે. હાલમાં જો એક વ્યક્તિની પાસે એકથી વધારે મકાન છે તો તેને અંદાજિત કિરાયા પર ઇન્કમટેક્સ ચુકવવાની ફરજ પડે છે. સરકારે પોતાની નોકરી, બાળકોના શિક્ષણ અને માતાપિતાની દેખરેખ માટે બે સ્થળો પર પરિવાર રાખવાના કારણે મિડલ ક્લાસને થતી તકલીફ દૂર કરવામાં આવી છે.

Previous articleગ્રામિણ ભારતથી લઈને ભવિષ્યના ભારત  સુધીની અપેક્ષા પુર્ણ કરનારૂ બજેટ – ભાજપ
Next articleબજેટ નહી આ વિકાસ યાત્રા છેઃ નાણાંમંત્રી