ખેડૂતો માટે પાંચ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત

832

નવીદિલ્હી : બજેટ ૨૦૧૯માં મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર સતત દબાણમાં હતી, એવામાં તેમની નારાજગી દૂર કરવા માટે અને તેમના આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મોદી સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે અને ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીયમંત્રી પિયૂષ ગોયલે શુક્રવારના રોજ અંતરિમ બજેટ ૨૦૧૯ રજૂ કરતા ખેડૂતોને મોટી ભેટ આપી હતી. સરકારે ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને અંતરિમ બજેટમાં ખેડૂતોની નારાજગી દૂર કરવા પ્રયાસ કર્યો હતો. સરકારે ખેડૂતોને ડાયરેક્ટ આર્થિક મદદ કરવાનો નિર્ણય લેતા ઇન્કમ સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. આ ૬૦૦૦ રૂપિયા મેળવવાની શરત એટલી છે કે જે ખેડૂત પાસે ૨ હેક્ટર જમીન છે, તેમને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવશે. પિયૂષ ગોયલે કહ્યું હતું કે, સરકારે ’ઁસ્ કિસાન સન્માન નિધિ’ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવશે, જેથી ખેડૂતોનો આવક વધી શકે. ખેડૂતોને ત્રણ હપ્તામાં ૨-૨ હજાર રૂપિયા મળશે અને પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. આની ૧૦૦% ફન્ડિંગ સરકાર કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ સ્કીમ ૧ ડિસે. ૨૦૧૮થી લાગુ થશે, જેનો લાભ ૧૨ કરોડ ખેડૂત પરિવારને મળશે.

Previous articleશ્રમિક વર્ગ માટે ૧૦૦ રૂપિયાથી લઇને ૩૦૦૦ સુધીનું પેન્શન
Next articleમધ્યમવર્ગ-શ્રમિક-ખેડૂતલક્ષી બજેટ