ઇન્સ્ટાગ્રામને લઇ દબાણ અનુભવ કરતી નથી : જુલિયા

723

હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી અને પ્રીટી વુમન તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતી રહેલી જુલિયા રોબર્ટસે હવે કહ્યુ છે કે તે ઇન્સ્ટાગ્રામને લઇને કોઇ દબાણ અનુભવ કરતી નથી. જુલિયા રોબર્ટસનુ કહેવુ છે કે ફોટો શેયરિંગ પ્લોટફોર્મ પર અપડેટ પોસ્ટ કરવાને લઇને તેના પર કોઇ દબાણ નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની જવાબદારીને સારી રીતે સમજે છે અને જવાબદારી સમજીને તે આગળ વધે છે.

વેબસાઇટ પીપલ ડોટ કોમના હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જુલિયા હાલમાં જુદા જુદા ક્ષેત્રમાં કામ કરી રહી છે. જો કે તે હાલમાં કોઇ મોટા ફિલ્મ પ્રોજેક્ટ સાથે જોડાયેલી નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની લાઇફને લઇને સંતુષ્ટ છે. જુલિયા અભિનેતા જોશ બ્રોલિન અને અભિનેત્રી સારા જેસિકા પાર્કરના ઇન્સ્ટાગ્રામ પેજને લઇને ખુબ પ્રભાવિત છે. તેનુ કહેવુ છેકે કેટલાકના ઇન્સ્ટાગ્રામ પર પેજને લઇને તેમની કુશળતાના કારણે ખુબ પ્રભાવિત રહી છે. તેના પસંદગીના એકાઉન્ટ અંગે પુછવામાં આવતા જુલિયાએ કહ્યુ હતુ કે કેટલાક એકાઉન્ટ તેને ખુબ પસંદ છે. જેમાં મોદી, શેફ છે. જેમના એકાઉન્ટને તે ફોલો કરે છે. ઉપરાંત જોશ બ્રોલિન તેને પસંદ છે. તેનુ કહેવુ છે કે સારા જેસી પાર્કર પણ તમામને પ્રભાવિત કરે છે. જુલિયા સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકો ધરાવે છે. તે પ્રીટી વુમન્સ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતી રહી છે. તેની આ ફિલ્મે વિશ્વમાં તેની કેરિયરની શરૂઆતમાં ધુમ મચાવી હતી. ફિલ્મમાં તેની સાથે રિચર્ડ ગેરે ભૂમિકા અદા કરી હતી. જુલિયા રોબર્ટસ પોતાની યાદગાર ભૂમિકા માટે હમેંશા તેના ચાહકોમાં લોકપ્રિય રહી છે. જુલિયા રોબર્ટસે કેટલાક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ પોતાની કેરિયરમાં હાંસલ કરી લીધા છે. હજુ રોલ કરવા માટે આશાવાદી છે.

Previous articleસારા અલી ખાનની બાબતો સારી છે : કાર્તિકની કબુલાત
Next articleજાન્હવી અને ઇશાન પ્રેમમાં હોવાની છેડાયેલ નવી ચર્ચા