જાન્હવી અને ઇશાન પ્રેમમાં હોવાની છેડાયેલ નવી ચર્ચા

712

ફિલ્મ ધડકમાં ઇશાન ખટ્ટર અને જાન્હવી કપુર સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મને મોટી સફળતા હાથ લાગી ન હતી પરંતુ તેમની કેમિસ્ટ્રી જોરદાર રહી હતી. ધડક ફિલ્મ રજૂ થઇ ગયા બાદ પણ બંને સાથે નજરે પડે છે. ઇશાન અને જાન્હવી વચ્ચે પ્રેમ સંબંધની ચર્ચા બોલિવુડની સાથે સાથે સામાન્ય લોકોમાં પણ ચર્ચા છે. હાલમાં જ કરણ જોહરના ચેટ શો કાર્યક્રમ કોફી વીધ ધ કરણમાં અર્જુન કપુરે આ બાબતની કબુલાત કરી હતી કે ઇશાન હમેંશા જાન્હવીની આસપાસ રહે છે. તેના આ નિવેદન બાદ આ બાબતને વેગ મળ્યુ હતુ કે બંને પ્રેમમાં છે. બંને રિલેશનશીપમાં હોવાના હેવાલને પણ સમર્થન મળ્યુ હતુ. હવે ઇશાન ખટ્ટરે પણ સશિયલ મિડિયામાં પોસ્ટ કરીને કેટલીક બાબતોનો ખુલાસો કર્ય છે. ઇશાને જાન્હવીની નજીકવાળો એક ફોટો શેયર કર્યો છે. જેમાં તે લખી રહ્યો છે કે તમે ફોટો બમ્બ કેમ છો. તે ખુલ્લા આસમાનનો સારો ફોટો લેવા માટે ઇચ્છુક હતો. આ પોસ્ટ બાદ ચાહકોમાં ચર્ચા છેડાઇ ગઇ છે કે બંને કલાકારો એકબીજાને ડેટ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યુ છે કે બંને ચોક્કસપણે એકબીજાના પ્રેમમાં છે. અન્ય એક યુઝર્સે કહ્યુ છે કે અર્જુન કપુરે સાચી વાત કરી છે કે ઇશાન અને જાન્હવી એકબીજાના પ્રેમમાં છે. તેમની વચ્ચે પ્રેમ સંબંધને લઇને કેટલીક બાબતોન ખુલાસો કરવામાં આવી રહ્યો છે. ઇશાન અને જાન્હવી હાલમાં બંને પોતાની કેરિયરને બનાવવામાં સક્રિય છે. તેમની ફિલ્મના સંબંધમાં કેટલીક બાબતો જાણવા મળી રહી છે. જો કે ઇશાન હાલમાં ક્યાં પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે તે બાબત જાણી શકાઇ નથી. બનં કલાકારો કેરિયર પર હાલ ધ્યાન આપી રહ્યા છે. જાન્હવી કપુર બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુક છે.

Previous articleઇન્સ્ટાગ્રામને લઇ દબાણ અનુભવ કરતી નથી : જુલિયા
Next articleવર્લ્ડ કપ જીતનાર આ કેપ્ટને આપ્યું પોતાના દેશની ટીમનું નાક કાપતું નિવેદન