શ્રીલંકાને ૧૯૯૬માં વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર અર્જુન રણતુંગેનું માનવું છે કે તેમના દેશની ટીમ ૈંઝ્રઝ્ર ઉર્િઙ્મઙ્ઘ ઝ્રે ૨૦૧૯નો પહેલો રાઉન્ડ પણ પાર નહીં કરી શકે. આ દિગ્ગજ ક્રિકેટરે નિવેદન આપતા કહ્યું છે કે તેમના દેશના ક્રિકેટ બોર્ડમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ખેલાડીઓની અનુશાસનહીનતાને કારણે આવું થઇ શકે છે. આગામી વર્લ્ડ કપ ૩૦મેના દિવસથી ઇંગ્લેન્ડમાં રમાવાનો છે.
શ્રીલંકાએ અર્જુન રણતુંગાની કેપ્ટનશીપમાં ૧૯૯૬નો વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીલંકાની ટીમ આ સિવાય ૨૦૦૭ અને ૨૦૧૧માં વિશ્વકપના ફાઇનલમાં પહોંચી હતી. ૧૯૯૬ની ફાઇનલમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે ૨૦૦૭માં તે ઓસ્ટ્રેલિયાથી તેમજ ૨૦૧૧માં ભારતથી હારી ગયું હતું.
શ્રીલંકાની ટીમનું પ્રદર્શન છેલ્લા એક દિવસથી બહુ ખરાબ છે. તેણે ૨૦૧૮માં ૧૭ મેચોમાંથી માત્ર ૬ મેચ જીતી હતી. શ્રીલંકાની ટીમના ખરાબ પ્રદર્શનની અસર એના રેન્કિંગ પર પણ પડી છે. હાલમાં તે રેન્કિંગના આઠમા સ્થાન પર છે. નબળી ગણાતી બાંગ્લાદેશની ટીમ પણ શ્રીલંકા કરતા પણ સારી સ્થિતિમાં છે. ટેસ્ટ ટીમોમાં માત્ર વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડનું વન ડે રેન્કિંગ જ શ્રીલંકાથી ઓછું છે.