૫મી ફેબ્રુ.થી એસટી બસના પૈડા થંભી જશે, મુસાફરો રઝળી પડશે

1077

રાજ્યમાં ઘણા લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા રહે છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હતો છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ કે તો આ સમાચાર તમારા માટે છે. આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે.

સાતમા પગાર પંચ સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે અને જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને લાખો મુસાફરો રઝળી પડશે. જી્‌ના ત્રણ યુનિયન દ્રારા સંયુક્ત આંદોલન કરાશે

ઉલ્લેખનીય છે કે સાતમાં પગારપંચનું અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.

વાહનવ્યવહાર મંત્રાલય અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ આ માંગણીના ઉકેલ અને અમલવારીની ખાતરી આપવા છતાં માંગણી સંતોષવામાં નહીં આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે ૭માં પગારપંચનો અમલ કરવામાં નહીં આવે તો ૫મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુનઃજીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

Previous articleદાંતીવાડાના રાણોલ ગામે ખેતરમાં દીપડો ઘૂસી આવતા ગામ લોકોમાં દોડધામ
Next articleબીઆરટીએસ બસમાં પેસેન્જરને મફ્ત વાઇ-ફાઇની સુવિધા મળશે..!!