જયરામભાઇ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે “આરોહણ ૨૦૧૯” નું આયોજન

569

ગાંધીનગરની જયરામભાઇ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ -– NICM-SJPI MBA કોલેજ દ્વારા ૧ ફેબ્રુઆરી, ર૦૧૯- શુક્રવારના રોજ નેશનલ લેવલની મેનેજમેન્ટ ઇવેન્ટ “આરોહણ ૨૦૧૯”નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ ચાલનાર આ ઇવેન્ટમાં સિંગિંગ, ડાન્સિંગ, ફેસ પેઇન્ટિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, રંગોળી, સેલ્ફી કોમ્પિટિશન, ક્વીઝ કોમ્પિટિશન, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, સલાડ ડેકોરેશન, ટ્રેઝરહંટ વગેરે જેવી એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશે NICM-SJPI MBA કોલેજના ડિરેકટર ડૉ. બી. કે. નિર્મમલે જણાવ્યું હતું કે, મને જણાવતાં આનંદ થાય છે કે આ નેશનલ લેવલની ઈવેન્ટ મેનેજમેન્ટ એક્ટિવિટીઝમાં ગુજરાતભરની વિવિધ કોલેજોના અંડર ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાના લગભગ ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતાઓને પુરસ્કાર રૂપે રૂપિયા રપ,૦૦૦ ની માતબર રકમ એનાયત કરાઈ છે.

Previous articleગુડાનું વર્ષ ૨૦૧૯-૨૦નું ૧૬૮ કરોડની પુરાંત સાથેનું ૩૨૯ કરોડનું બજેટ મંજૂર
Next articleલેડી ગવર્નર અવિનાશ કોહલીના જન્મદિન નિમિત્તે રાજભવનમાં સ્વૈચ્છિક રકતદાન શિબિર યોજાઈ