લેડી ગવર્નર અવિનાશ કોહલીના જન્મદિન નિમિત્તે રાજભવનમાં સ્વૈચ્છિક રકતદાન શિબિર યોજાઈ

679

લેડી ગવર્નર અવિનાશ કોહલીના જન્મદિન નિમિત્તે આજે રાજભવન ખાતે રાજભવન, સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અને ઈન્ડિયર રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સંયુકત ઉપક્રમે સ્વૈચ્છિક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલી અને લેડી ગવર્નર અવિનાશ કોહલીએ શિબિરની મુલાકાત લીધી હતી અને સૌ રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી તેમની માનવીય સેવા ભાવનાની પ્રશંસા કરી હતી.

રકતદાન શિબિરમાં રાજભવન પરિવારના અધિકારી – કર્મચારી તથા પરિવારજનો, સ્વેચ્છિક રકતદાતાઓ, સંરક્ષણ દળોના જવાનો, યુવાનો તથા સેવાભાવી સંસ્થાઓના સદસ્યોએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રકતદાન કર્યું હતું.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખાના પદાધિકારીઓ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ / ગાંધીનગરના તબીબો અને મેડિકલ સ્ટાફ, રાજભવનના અધિકારીઓ – કર્મચારીઓ આ શિબિરને સફળ બનાવવા માટે પ્રયત્નોની રાજયપાલે સરાહના કરી હતી.

Previous articleજયરામભાઇ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે “આરોહણ ૨૦૧૯” નું આયોજન
Next articleરાજયમાં સ્વાઈનફલૂથી ૮ના મોત : ૪૨થી વધુ નવા કેસ