ખેડબ્રહ્મા ખાતે તાલુકા પંચાયત ભવનનું મંત્રી જયદ્રથસિંહના હસ્તે લોકાપર્ણ

523

 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનું લોકાપર્ણ કૃષિ તથા પંચાયત રાજય મંત્રી જયદ્રથસિંહપરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતુ કે, આદિવાસી વિસ્તારની પ્રજાના વિકાસના નેમ સાથે કામ કરતી રાજ્ય સરકાર તાલુકા પંચાયતના ભવનોના નિર્માણ કરીને તેમના પાયાના સુવિધામાં વધારો કરવાનું કામ કરી રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે, જિલ્લામાં ૯૩ નવિન પંચાયતોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જયારે આજે  ખેડબ્રહ્મા ખાતે રૂ. ૨.૩૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવિન પંચાયતના નિર્માણ થકી પંચાયતી રાજ વ્યવસ્થા વધુ સુદ્દઢ બનશે.

વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, ગામે ગામ પાકા ડામરના રસ્તાઓનું નિર્માણ અને શૌચાલય તથા આવાસનું નિર્માણ કરવાનું કામ સરકાર કરી રહી છે. ગ્રામ પંચાયતોને સીધા લાભ આપીને તેમના વિકાસને વેગ આપવાનું કામ  કરવામાં આવી રહ્યુ હોવાનું તેમણે ઉમેર્યુ હતું. મંત્રીએ ઉમેર્યુ હતું કે આપણી સરકાર પક્ષા-પક્ષીથી પર રહીને વિકાસના કામને પ્રાધાન્ય આપી રહી છે.  આ પ્રસંગે વ્યકતિગત શૌચાલયના નિર્માણના લાભાર્થી, તેમજ આરોગ્ય યોજનાના તથા ઇ-શક્તિ પ્રોજેકટના લાભાર્થીને કિટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યઅશ્વિન પટેલ, સાસંદ  દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. પંચાયત ભવનના લોકાપર્ણ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા, જિલ્લા સમાહર્તા  પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી  સ્તુતિ ચારણ, તાલુકા પંચાયતના પ્રમુખ  કનુભાઇ ડાભી, અગ્રણી  અશોકભાઇ જોષી સહિત  આસપાસના ગ્રામજનો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ધારાસભ્ય પદેથી રાજીનામુ : સ્પીકરને રાજીનામા પત્ર સોપ્યો
Next articleપ્રાંતિજ તાલુકા પંચાયત લોકાપણૅ કાયૅક્રમનો જીલ્લા પંચાયત પ્રમુખએ કરેલો બહિષ્કાર