પ્રાંતિજ ખાતે રૂ. ૨.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાપર્ણ

686

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે  રૂ.૨.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનું લોકાપર્ણ કૃષિ તથા પંચાયત રાજય મંત્રી જયદ્રથસિંહપરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મંત્રી  જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતુ કે, દેશના વિકાસને નવો રાહ ચિંધવાનું કામ ગુજરાતે કર્યુ છે. રાજય સરકારે સ્થાનિક સ્વરાજમાં મહિલાઓની ૫૦ ટકા ભાગીદારી આપીને પંચાયતી રાજને સુદ્દઢ કરવાનું કામ કર્યુ છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુંકે અગાઉ પંચાયત વિકાસ માટે સ્વ ભંડોળ પર આધારીત રહેવું પડતું હતું પરંતુ આજે પંચાયતો સ્વનિર્ભર બની છે. તેમણે ઉમેર્યુ હતું કે, રાજય સરકાર જર્જરીત પંચાયતોને જગ્યાએ અત્યઆધુનિક સુવિધાસજ્જ ભવનો તૈયાર કરી રહી છે જેમાં રાજયમાં ૮૫ નવા પંચાયત ભવનો તૈયાર કરાયા છે જયારે જિલ્લામાં ૯૩ ગ્રામ પંચાયતોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગામડાના છેવાડાના લોકોના પાયાની સુવિધા વધારવાનું કામ રાજય સરકાર કરી રહી છે. ગામે ગામ પાકા રસ્તાઓનું નિર્માણ અને શૌચાલય તથા આવાસનું નિર્માણ કરવાનું કામ સરકાર કરી રહી છે. ગ્રામ પંચાયતોને સીધા લાભ આપીને તેમના વિકાસને વેગ આપવાનું કામ  કરવામાં આવી રહ્યુ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે વ્યકતિગત શૌચાલયના નિર્માણના લાભાર્થી, તેમજ આરોગ્ય યોજનાના તથા ઇ-શક્તિ પ્રોજેકટના લાભાર્થીને કિટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

પંચાયત ભવનના લોકાપર્ણ પ્રસંગે જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી  સ્તુતિ ચારણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડામોર, પ્રાંત અધિકારી  સોનલબા પઢેરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ બેચરસિંહ, નગરપાલિકા પ્રમુખ  ગીતાબેન સહિત  આસપાસના ગ્રામજનો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપ્રાંતિજ તાલુકા પંચાયત લોકાપણૅ કાયૅક્રમનો જીલ્લા પંચાયત પ્રમુખએ કરેલો બહિષ્કાર
Next articleજરૂરી પુરાવા રજૂ નહીં કરાય તો ખેડૂતોની સહાય અરજી રદ થશે