આજે ગુજરાત વિધાનસભાનું બીજા તબક્કાનું મતદાન થયું ત્યારે ધોલેરા તાલુકાના આનંદપુર-ર૧ મતદાન મથક પર ૧રપ વર્ષના વૃધ્ધા માતાજીએ મતદાન કર્યુ હતું.
પ૯-ધંધુકા મત વિસ્તારના આનંદપુર ગામ ખાતે રહેતા શાન્તુબેન ગફુરભાઈ મકવાણા ઉ.વ.૧રપ વર્ષની વયે મતદાન કરવાની ઈચ્છા ધરાવતા કુટુંબના સભ્યો દ્વારા તેમને મતદાન કરાવવા મતદાન મથક પર લાવવામાં આવ્યા હતા. જ્યાં મતદાન મથક પર ફરજ બજાવતા વિજયભાઈ તેમજ અન્ય સ્ટાફ દ્વારા મદદરૂપ થઈ તેમને મતદાન કરાવવામાં મદદરૂપ થયા હતા.
તો વળી આ વિધાનસભાની ચૂંટણીમાં વિકલાંગો માટે વ્હીલચેરની સગવડતા આપવામાં આવેલ. જેમાં મતદાન મથકે પહોંચેલા વિકલાંગ મતદારને મતદાન મથકની હદમાંથી બુથ પર મતદાન કરે તેને લાવવા-મુકવાની જવાબદારી આરોગ્ય વિભાગના કર્મચારીઓને સોપવામાં આવેલ ત્યારે બાળા મતદારોને મદદરૂપ થઈ મતદાન કરાવી સરાહનિય કામગીરી કરી હતી.
જ્યારે ત્રીજા એક કિસ્સામાં ધંધુકાના નવપરણિત યુગલે મતદાનના આ મહાપર્વનો જ્યા સમય પૂર્ણ થવાનો સમયે નવદંપતિને પોતાના મતદાનના મથકે જઈ મતદાન કરી મતદાનના અધિકારને જીવંત રાખવાનું કાર્ય કર્યુ હતું. આમ પ૯ ધંધુકા મતક્ષેત્રનું સરેરાશ ૬૩ ટકા મતદાન નોંધાયું છે.