જરૂરી પુરાવા રજૂ નહીં કરાય તો ખેડૂતોની સહાય અરજી રદ થશે

940

સરકારની વિવિધ યોજનાઓ હેઠળ બગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી સહાયની અરજીઓ થઇ ગઇ છે અને તેને સ્થાનિક તંત્ર દ્વારા મંજુરી પણ આપી દેવામાં આવી છે. પરંતુ જરૂરી કાગળ અને પુરાવા ચાલુ સપ્તાહના અંત સુધીમાં નહીં પહોચાડવામાં આવે તો બગાયત ખેડૂતોએ કરેલી અરજી રદ થઇ જશે.

આ અંગે જિલ્લા નાયક બગાયત અધિકારીએ જણાવ્યું હતું કે ચાલું નાંણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે બગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલમાં અગાઉ અરજી કરી હતી. જેમાંથી યોગ્ય ધોરણો અને નિયમમાં આવતી ઘણા ખેડૂતોને અરજી મંજુર કરવામાં આવી છે.

આ મંજુર કરવામાં આવેલા ખેડૂતોએ હવે સહાય સંબંધી વિવિધ સાધનીક કાગળો તેમજ પુરાવા ચાલુ સપ્તાહના અંતે એટલે કે તા.૭ ફેબુ્રઆરી ૨૦૧૯ પહેલાં નાયબ બગાયત નિયામકની કચેરી સહયોગ સંકુલ, પાંચમો માળ, સી-બ્લોક, સેક્ટર-૧૧ ખાતે પહોંચતાં કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં સમય મર્યાદામાં સાધનીક કાગળો રજૂ કરવામાં નહીં આવે તો સીસ્ટમ મારફતે આપોઆપ બગાયડ ખેડૂતોએ કરેલી અરજી રદ થઇ જશે.

Previous articleપ્રાંતિજ ખાતે રૂ. ૨.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાપર્ણ
Next articleજુનાગઢઃ ૧૩૩ વર્ષ જુની શાળા તંત્રએ કરી બંધ, વિદ્યાર્થીઓ-શિક્ષક રડી પડ્‌યા