અમદાવાદમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યા બાદ રાજય સરકાર સફાળી જાગી છે. બેફામ દોડતી સ્કૂલ બસો પર હવે લગામ લગાવવાની તૈયારી કરાઇ છે. આવનારા દિવસોમાં રાજ્યભરમાં સ્કૂલ બસોની સ્પીડની ચકાસણી હાથ ધરાશે. રાજ્યના જિલ્લાઓની આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાહનોની સ્પીડ ચેકિંગ અભિયાન હાથ ધરાશે. સાથે જ સ્કુલ વાન તથા સ્કુલ બસોની સ્પીડમાં ઘટાડો કરીને એક જ સ્પીડ રાખવાના સુચન કરવામાં આવશે. વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયાએ આ નિવેદન આપ્યું છે. મહત્વનુ છે કે અમદાવાદમાં શુક્રવારે સ્કૂલ બસને અકસ્માત થતા સોળ બાળકો ઘાયલ થયા હતા.