રાજુલાના દરિયાકાંઠાના વીસ્તારના પછાત ગામોના રસ્તા મંજુર થતા આજરોજ ખાતમુર્હુત કરાયું હતું.
રાજુલાના ચાંચ ખેરા સાંઢિયાાળાનો માર્ગ ૧ કરોડ ઉપરના ખર્ચે મંજુર થતા આજરોજ ગામના સરપંચ કાનજીભાઈ ચૌહાણ પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા આ રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
બીજી તરફ રાજુલા તાલુકાના વિકટર ડુંગર આસરાના સુધીનો માર્ગ કેન્દ્ર સરકાર દ્વારા મજબુતીકરણ અને વિસ્તૃતીકરણ માટે ર૩૦૦ લાખ જેટલી માતબર રકમ ફાળવવામાં આવતા આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.