મરીન પીપવાવ પો.સ્ટે.ના પો. સબ ઈન્સ. એસ.આર.શર્માને બાતમી મળેલ કે કસ્ટમ ઈન્સ્પેકટર જયદેવભાઈ ચારણ રહે. પીપાવાવ પોર્ટ વાળો ઈંગ્લીશ દારૂ લાવી રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ બાતમી આધારે ન.પા.ો. અધિ. સાવરકુંડલા કે.જે.ચૌધરી માર્ગદર્શન હેઠળ મીરન પીપાવાવ પો.સ્ટે.ના પો. સબ ઈન્સ. એસ.આર.શર્મા તથા પીપાવાવ પો.સ્ટે. સ્ટાફ દ્વારા પીપાવાવ પોર્ટ એ.પી. એમ. ટર્મિનલની કોલોનીમાં કસ્ટમ કર્મચારીઓને ફાળવેલ કવાટર્સ પૈકી કવાર્ટસ નં. બી-૧/રમાં જયદેવભાઈ ચારણ કસ્ટમ ઈન્સ્પેકટર વાળાના રહેણાંક મકાને રેઈડ કરતા બ્રાન્ડેડ વિદેશી ઈંગ્લીશ દારૂ (ફોરેન મેડલીકર)ની બોટલો તથા બીયરના ટીન સાથે આરોપી પકડી પાડી ગુન્હો રજી. કરેલ. આ જયદેવ ચારણ કેટલા સમયથી બ્રાન્ડેડ ઈગ્લીશ દારૂ મંગાવી કોને કોને સપ્લાય કરેતો હતો અને ઈંગ્લીશ દારૂની ધંધામાં કોણ કોણ મોટા માથા કેટલા સંડોવાયેલા છે. તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જે આવા કસ્ટમ ઈન્સ્પેકટરના ઘરે પોલીસ ઈનસ્પેકટરના દરોડામાં હજી ઘણા નામો ખુલવા સંભવ છે. આ બાબતે સમસ્ત બાબરીયાવાડમાં ખળભળભાટ મચી ગયો છે કે કાયદાના રક્ષકો જ ભારતીય સંસ્કૃતિને વેચી રહ્યા છે.