નદીઓમાં પાણી વહેતુ હોવા છતા રાણપુર પીવાના પાણી માટે તરસ્યુ

861

બોટાદ જીલ્લાના રાણપુરની ગોમા નદીમાં હાલ નર્મદા કેનાલમાંથી  પાણી છોડવામાં આવતા આ પાણી દેવળીયા તથા વાગડ ગામ સુધી પહોચી ગયુ છે પણ રાણપુરની જનતાને આ પાણીનો આયોજનના અભાવે લાભ નહી મળતા ૭ દિવસે પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવે છે રાણપુર ગ્રામ પંચાયતના કુવામાં પાણી ખુટી પડતા હાલ સુખભાદર ડેમમાંથી આ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.ગયા વર્ષે રાણપુરમાં ૧૨ દિવસે પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવતા દેકારો મચી ગયો હતો.તેથી આ વર્ષે નહીવત વરસાદ થતા શિયાળામાં ૭ દિવસે પાણી અપાતા લોકોમાં ચિંતા સતાવી રહી છે કે ઉનાળામાં શુ થશે..

આ બાબતે પાણી પુરવઠા અધિકારી કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમાં સાથે વાત કરતા તેમણે જણાવેલ કે રાણપુર ને જે ૭ દિવસે પાણી મળે છે તે આંતરીક પ્રોબ્લેમના કારણે મળે છે બાકી સુખભાદર ડેમમાં બે મહીના ચાલે તેટલો પાણીનો જથ્થો છે જ ત્યારબાદ સૌની યોજના હેઠળ સુખભાદર ડેમ ભરવામાં આવશે તથા જરૂર પડ્યે મહી પરીએજ નુ પાણી પણ આપવામાં આવશે.ગયા ઉનાળામાં ૧૨ માં દિવસે પાણી આપવામાં આવતુ હતુ તેવુ આ વર્ષે નહી થાય ને તેના જવાબમાં જે.પી.ચુડાસમાં એ જણાવેલ કે અમારા દ્વારા તો નીયમીત પાણી પુરૂ પાડવામાં આવે છે ગ્રામપંચાયતે વિતરણ વ્યવસ્થા સુધારવાની જરૂર છે.જરૂર પડે કુવા ઊંડા કરવામાં આવશે તથા પાણીને લગતા બધા સાધનો પુરા પાડવામાં આવશે જો રાણપુર ગ્રામ પંચાયત ના સભ્યો અને પાણી પુરવઠા સ્ટાફ ગામ પોતાનુ છે જાણી થોડી વધારે મહેનત કરે તો રાણપુર ને ૪ દિવસે પાણી મળી શકે તેમ છે.અગાઉ દરેક સરપંચ વખતે ૪ દિવસે પાણી આપવામાં આવતુ જ હતુ.

આ અંગે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી સાથે ટેલિફોન થી સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર ને પીવાનુ પાણી દર ત્રીજા,ચોથા દિવસે અપાઈ એવી પરીસ્થિતી અત્યારે છે જ તે ઉપર પીવાનુ પાણી પુરતા પ્રમાણમાં આવે જ છે પણ રાણપુર ગ્રામ પંચાયતના પાણી પુરવઠાના કર્મચારીઓનુ પાણી વિતરણ માટે સંકલન ન હોવાના કારણે ના છુટકે સાત દિવસે રાણપુર શહેર ને પીવાનુ પાણી મળે છે આજ રોજ રાણપુર ટી.ડી.ઓ.ને પાણી ના પ્રશ્ને રૂબરૂ મળ્યો હતો અને પીવાના પાણી ના પ્રશ્ને ચર્ચા કરી હતી.

Previous articleબોટાદ શહેર સીસીટીવી કેમેરાથી સજજ થશે : ૧૦૮ કેમેરા લગાવાશે
Next articleપીપાવાવની ખાનગી કંપનીઓના હંગામી કર્મીઓ દ્વારા કમિશ્નરને આવેદન અપાયું