તળાજાના ઠળિયા ગામે વાડી વિસ્તારમાં આશરે નવક ફુટનો અજગર જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. અજગરને નિહાળવા લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિશાળ અજગરને ઝડપીને ફોરેસ્ટ કચેરી ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે આ અજગર કઈ જાતીનો છે અને કયા છોડવામાં આવશે અને વધુ વિગતો મેળવવા ફોરેસ્ટ અધિકારી કિંજલ જોશીના મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેમણે ફોન રીસીવ કર્ય્ ન હતો જયારે ફોરેસ્ટ વિભાગના વાઘેલા ભાઈને સંપર્ક કરતા તેમણે પણ ફોન ઉપાડેલ નહીં અને માહિતી પ્રાપત થઈ શકેલ નહીં. જયારે ફોરેસ્ટ વિભાગ દ્વારા શું છુપાવવામાં આવી રહ્યું છે. એવા અનેક પ્રકારના સવાલો લોકોમાં ઉભા થયા છે. તળાજા તાલુકાના અનેક ગામોમાં વન્ય પ્રાણીના આટા ફેરા છે ત્યારે એક ફોરેસ્ટના કર્મચારીએ જણાવ્યું હતું કે મીડિયાને માહિતી આપવાની ઉપરથી ના પાડવામાં આવી છે શા માટે મીડિયાથી માહિતી છુપાવવામાં આવે છે? કોઈપણ વિભાગમાં સામેથી માહિતી આપવામાં આવે છે તો ફોરેસ્ટ વિભાગની માહિતી શા માટે છુપાવવામાં આવે છે એવું લોકો જણાવી રહ્યા છે.