આવનારી તારીખ ૨૩-૨૪-૨૫ ફેબ્રુઆરીના રોજ ત્રી દિવસીય દ્વિતિય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ ઉજવાઈ રહ્યો છે જેમાં ગુજરાતભરના સાધુ સંતો, સમાજ શ્રેષ્ઠીઓ અને ભાવિક ભક્તજનો હોશભેર જોડાઈ રહ્યા છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ ૨૦૧૯નો પ્રચાર પ્રસાર માટે આવનારી તારીખ ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીનાં રોજ કેદારનાથ જ્યોર્તિલિંગની પ્રતીકૃતિ સ્વરૂપે રથયાત્રા ભાવનગર જિલ્લાના દરેક તાલુકા સ્થળે અને ભાવનગરમાં ફરશે.
કુલ ૧૨ જ્યોતિર્લિંગના બાર રથ પ્રતિકૃતિ સ્વરૂપે તૈયાર કરવામાં આવેલ છે. જે મુજબ એક રથ બે થી ત્રણ જિલ્લામાં રથયાત્રા સ્વરૂપે ફરશે. અને દરેક રથનું જે તે સ્થળના પ્રબુધ્ધ સમાજ શ્રેષ્ઠીઓ અને ધાર્મિક સંસ્થાઓ સ્વાગત કરશે અને આરતી કરશે. દ્વિતિય દ્વાદશ જ્યોતિલિંગ સમારોહ ૨૦૧૯ના આયોજનો મુખ્ય ઉદ્દેશ ૧૨ જ્યોતિર્લિંગનું મહત્વ છે. લોકોને ૧૨ જ્યોતિર્લિંગની માહિતી મળે સમાજ સમાજ વચ્ચે સદભાવ ઉભો થાય સામાજીક સમરસતા જળવાઈ રહે અને રાષ્ટ્રની ઉન્નતીમાં સર્વ ધાર્મિક સંસ્થાનો સાથે જોડાઈ શહેર ઉન્નતી માટે કટીબધ્ધ બનીએ.
જેના અનુસંધાને આજરોજ ભાવનગરમાં તપસ્વી બાપુુની વાડી, પરીમલ ચોક ખાતે સોમનાથ ટ્રસ્ટના સલાહકાર ભાવેશભાઈ વેકરિયા લલ્લુભાઈ પટેલ, કિરીટભાઈ મીસ્ત્રી, બાબુભાઈ દુધવાળા, ભૂપતભાઈ કંટાસર, કૈયુરભાઈ પારેખ તથા દુલાભાઈ બુધેલવાળાએ માહિતી આપી હતી.