આજરોજ અમરેલી એસઓજીના પોલીસ સબ ઈન્સ. આર.કે.કરમટા તથા ટીમ એસઓજીએ રાજુલા તાલુકાના વાવેરા ગામથી વરલીના જુગાર રમાંડતા શૈલેષભાઈ જયંતિલાલ દોષી (ઉ.વ.ર૭ રહે. વાવેરા), ભાભલુભાઈ દડુભાઈ ખુમાણ (ઉ.વ.પ૦, રહે. દિપડીયા), દિલીપભાઈ પોપટભાઈ પરમાર (ઉ.વ.૩, રહે. હિંડોરાણા), જિગનેશભાઈ રમેશભાઈ સોઢા (ઉ.વ.૩૧ રહે. હિંડોરાણા), રાજુભાઈ દેવસીભાઈ સરવૈયા (ઉ.વ.૩પ રહે. ઝાંઝરડા), મનુભાઈ કાળુભાઈ ડાભી (ઉ.વ.પ૦) રહે. જુની માંરડી) બટુકભાઈ ભગવાનભાઈ પરમાર (ઉ.વ.૪ર રહે. વણોટ), ગોરધનભાઈ ભગવાનભાઈ પરમાર (ઉ.વ.પ૦ રહે. વણોટ), ધર્મેશભાઈ વેલજીભાઈ પરમાર (ઉ.વ.રપ, રહે. હાલ વાવેરા) તથા વેલજીભાઈ ભગવાનભાનઈ પરમાર (ઉ.વ.૬૦ રહે. વણોટ)ને વરલી મટકાના આંકડા લખેલ બુક નંગ૦પબોલપે-ર, ૦૦/૦૦ તથા રોકડ રૂા. ૧૧પ૩૦/- તથા મોબાઈલ નંગ૪ કિ.રૂા. ૧રપ૦૦/- કુલ રૂા.ર ૪૦૩૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ મજકુર ઈસમો આંક ફરકના વરલી મટકાના આંકડા લઈ જુગાર રમતાં પકડાઈ ગયેલ હોય તેની વિરૂધ્ધ ધોરણસર થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. ગુન્હો રજી. કરાવેલ છે. આગળની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહી છે.