ધંધુકા બગોદરા હાઈવેના ફેદરા ગામના બસ સ્ટોપ પર વહેલી સવારે બાઈક ચાલકે દિવ્યાંગને ટક્કર લેતા કરૂણ મોત નિપજેલ.
ધંધુકા પોલીસ સુત્રોનાં જમાવ્યા પ્રમાણે જી.ગીરસોમનાથના તા.ઉનાના રહીશ નવ વિકલાંગો મિત્રો તા.૨૬-૧-૧૯ના રોજ ઉનાથી થ્રી વ્હીલ સાયકલ લઈને ગાંધીનગર જવા નીકળ્યા હતા ગાંધીનગર જવા પાછળનું મુખ્ય કારણ તા.૭-૨-૧૯ના રોજ દિવ્યાંગોના પ્રશ્નોને લી ગાંધીનગર સચિવાલય ખાતે રજુઆત કરવા અર્થે નીકળ્યા હતા ગત તા.૧-૨-૧૯ની રાત્રીએ ફેદરા રોકાણ કર્યા સવારે ચા પાણી નાસ્તો કરી વિકલાંગ મિત્રો નીકળ્યા હતા તેવા સમયે ચા પાણી કરવા જઈ રહેલા રામજીભાઈ ગોવિંદભાઈ ગોઢાણીયા રહે. સામેતર તા.ઉના જિ. ગીર સોમનાથ વાળાને ફેદરા બસ સ્ટેન્ડ પર હિરો સ્પેન્ડર નં.જીજે. ૨૭ પી ૮૧૬૦ના ચાલકે ગફલત ભર્યા અને પુરપાટ વેગે વાહન હંકારી જતાં ગોવિંદભાઈને અડફેટે લેતા દિવ્યાંગભાઈને ગંભીર ઈજાઓ થવા પામેલ.
અકસ્માત ઘટના સંદર્ભે ફેદરા ૧૦૮ને જાણ કરાતા પાયલોટ અશરફ પઠાણ તથા ઈએમટી નરેન્દ્ર પરમાર ઘટનાસ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત રામજીભાઈ તથા અન્યએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા સીએચસી ખાતે ખસેડેલ જ્યાં રામજીભાઈ ગોઢાણીયા રહે. સામેતરનું કરૂણમોત નિપજ્યુ હતું.
દિવ્યાંગ ભાઈઓની રજુઆત કરવા નીકળેલ રામજીભાઈના મનસુબા અધુરા રહી જવા પામ્યા હોવાનો દાખલો સામે આવ્યો છે. આ અંગે ધંધુકા પોલીસમાં ફરિયાદ મનસુખભાઈ ગોવિંદભાઈ પીછળીયા તથા વિનોદભાઈ મછરીભાઈ જાદવ રહે વડવીવાળા તા.ઉના જિ.ગિરસોમનાથ વાળા તમામ મિત્રો પોતાના સાથી દિવ્યાંગ મિત્રના કરૂણમોતથી ઘેરા શોકમાં ડુબ્યા હતા અને મિત્રના વતન મોકલવામાં આવ્યો હતો આ અકસ્માત ઘટના સંદર્ભે ધંધુકા પોલીસે બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.