કામરેજ પો.સ્ટે.ના પ્રોહિ.ના ગુન્હામાં ફરાર આરોપી જબ્બે

687
bvn15122017-2.jpg

સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હામાં નાસતો ફરતો ભરતનગરના શખ્સને એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી સ્ટાફ હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાને સંયુકત રીતે મળેલ હકિકત આધારે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુન્હાના કામે આગાઉ ત્રણ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડેલ અને આજ ગુન્હામાં નાસ્તા ફરતા વધુ એક આરોપી કૈલાશ ઉર્ફે કયલો જીવતરામ રાજાણી/સીંધી ઉ.વ.૨૬ રહેવાસી ભારતનગર ભાવનગર વાળાને  ભરતનગર સીતારામ ચોકમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. 
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. ગીરજાશંકર જાની તથા હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ તથા બાવક ુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleઆશાવર્કરોએ આવેદનપત્ર આપ્યું
Next articleચારૂલ અને વિનય દ્વારા લોકભારતી ખાતે વ્યાખ્યાન