PI જાગૃતિબેન જેલ હવાલે

2953

ભાવનગર શહેરના ભરતનગર પો.સ્ટે.ના પી.આઈ. જાગૃતિબેન ચાવડા સામે થયેલા સરકારી નાણાની ઉચાપત કર્યાના કેસમાં આજે કોર્ટ તરફથી મળેલા ૧ દિવસના રિમાન્ડ પુર્ણ થતા તેઓને જેલ હવાલે કરાયા હતાં. પોલીસે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતાં.  લેડી સિંઘમ તરીકે જાણીતા બનેલા ભરતનગર પો.સ્ટે.ના પી.આઈ. જાગૃતિબેન ચાવડાએ વાહનોના મેમો આપીને ઓરીજીનલ પહોંચમાં લખેલી દંડન રકમ ડુપ્લીકેટમાં ઓછી દર્શાવી સાતથી ૮ કેસમાં સરકારી તિજોરીમાં ઓછી રકમ જ માં કરાવી રૂા. ૬,૪૦૦ની ઉચાપત કર્યાનું બિહાર આવતા સીટી ડીવાયએસપી મનિષ ઠાકરે ફરિયાદ નોંધાવતા ગઈકાલે જાગૃતિબેનની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૧ દિવસના રિમાન્ડ મંજુર થયેલ. દરમ્યાન પોલીસે ૧૬ બુકો કબ્જે લઈ તપાસ હાથ ધરેલ છે. જયારે આજે રિમાન્ડ પુર્ણ થતા ફરી કોર્ટમાં રજુ કરતા તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરાતા પીઆઈ જાગૃતિબેનને જેલ હવાલે કરાયા હતાં. દરમ્યાન પી.આઈ. જાગૃતિબેનને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જયારે તેઓએ પોતાની વધતિ જતી નામનાને કારણે પોતાના પો.સ્ટે.ના જ લોકોએ ષડયંત્ર કરી ફસાવી હોવાનું જણાવેલ.

Previous articleબાઈક ચાલકે થ્રી વ્હીલ સાયકલને ટક્કર મારતા દિવ્યાંગનું મોત થયુ
Next articleભાવનગરમાં સીએનજી મેળાનો પ્રારંભ – રેલી નિકળી