ભાવનગર શહેરનાં ભરતનગર પો.સ્ટે.નાં મહિલા પીઆઈ જાગૃતિબેન ચાવડાની ગઈકાલે સરકારી નાણાની ઉચાપત કરવાના કેસમાં ધરપકડ કરાયા બાદ આજે સાંજે જેલ હવાલે કરાયા હતા ત્યારે ભરતનગર વિસ્તારમાં માથાભારે શખ્સો પર અંકુશ લાવવા સાથે વિસ્તારમાં શાંતિ સ્થાપી હોય ત્યારે લોકચાહના મેળવી હતી ત્યારે તેના સમર્થનમાં ભરતનગરનાં ભવાનીમાતાનાં મંદિરે આજે સાંજે લોકોનાં ટોળા એકઠા થયા હતા અને ચર્ચાઓ કરી હતી.