અભિનેત્રી મલાઇકા અરોરાની બેગની કિંમત સવા લાખ રૂપિયા..!!

718

હંમેશા પોતાની ફિટનેસ, વાયરલ વીડિયો, ગોસીપ અને અર્જૂન કપૂર સાથેના રિલેશનશિપના કારણે ચર્ચામાં રહેતી મલ્લાઈકા અરોરા ખાન આજે પોતાના ટચૂકડા એવા બેગના કારણે ચર્ચામાં છે. મલ્લાઈકાને ફિટનેસ અને રેમ્પ વોકની મહારાણી ગણવામાં આવે છે. તેની સુંદરતા કોઈ પણ ફિલ્મના આઈટમ સોંગમાં કે પછી રેમ્પ પર ચાર ચાંદ લગાવવા પૂરતી છે. ત્યારે આજે મલ્લાઈકા પોતાના બેગ સાથે સ્પોટ થઈ તેની વાત કરીશું. મલ્લાઈકા ફિટનેસ ફ્રિક છે. તે પોતાની હેલ્થનું ખૂબ જ ધ્યાન રાથે છે. પ્રોપર વર્કઆઉટ કરે છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે મલ્લાઈકા જીમમાંથી બહાર નીકળતા પાપરાઝીના કેમેરામાં સ્પોટ ન થઈ હોય. હંમેશા તેના નવા નવા લૂક આ કારણે જ વાઈરલ થતા રહે છે. શનિવારે બાંદ્રામાં પણ મલ્લાઈકા પોતાના હોટ અંદાજમાં સ્પોટ થઈ હતી. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે બ્લેક કલરનો બેગ પણ હાથમાં પકડ્યો હતો. આ બ્લેક કલરનો બેગ જ હવે હાઈલાઈટ થયો છે. સમાચારમાં આ ટચૂકડી એવી બેગની ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે.  કારણ કે આ બેગની કિંમત ત્રણસો પાંનસો નહીં પણ પૂરી સવા લાખ રૂપિયા છે. એવું તો શું હશે મલ્લાઈકાના આ બેગમાં કે તેની કિંમત સવા લાખ રૂપિયા છે તે પણ એક જાતનું સસ્પેન્સ જ છે.

Previous articleભાવનગરમાં સ્વાઈન ફલુથી વધુ બે વ્યક્તિઓના મોત થયા
Next articleશું દબંગ-૩ માં પણ કરીના કપૂર આઈટમ નંબર સ્પેશિયલ ડાન્સ કરશે?