૧૩ કરોડના ફ્લેટ બાદ આલિયા ભટ્ટએ ખરીદી લક્ઝિરીયસ વેનિટી વેન

695

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ’કલંક’ અને ’બ્રહ્માસ્ત્ર’ને લઇ ચર્ચામાં છે. આવામાં હવે આલિયા ભટ્ટે એક નવી વેનિટી વેન પણ ખરીદી છે. જેને લઇ આલિયા ફરી બઝમાં છે. આલિયાની આ વેનિટી વેનને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરી છે. આ અંગે આલિયાએ પોતે તેના ફેન્સને જાણકારી આપી. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ મૂકી હતી.

આલિયા ભટ્ટની આ નવી વેનિટી વેન ખૂબ જ સુંદર છે. જ્યાં આલિયાના મૂડ પ્રમાણે વેનિટી વેનની લાઇટ્‌સ સેટ કરવામાં આવી છે. સાથે જ વેનિટી વેનમાં એક નાનકડી લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. જ્યાં આલિયા તેની પસંદગીના પુસ્તકો રાખી શકશે

આટલું જ નહીં, તાજેતરમાં જ આલિયા ભટ્ટે એક નવો ફ્લેટ ખરીદ્યો હતો. તેણે મુંબઇના જુહૂ વિસ્તારમાં એક બિલ્ડિંગના પહેલા માળે લગભગ ૧૩ કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો છે. આ સાથે જ આલિયાએ નવી વેનિટી વેન પણ ખરીદી છે.

Previous articleશું દબંગ-૩ માં પણ કરીના કપૂર આઈટમ નંબર સ્પેશિયલ ડાન્સ કરશે?
Next articleફરહાન અખ્તર દોડવીર બાદ બૉક્સર બનશે