ન્યૂઝીલેન્ડને ૩૫ રને હરાવી ભારતે ૪-૧થી સિરીઝ જીતી

838

અંબાતી રાયડૂ (૯૦)ની શાનદાર ઇનિંગ  પછી બૉલર્સના કમાલના પરફૉર્મન્સના કારણે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પાંચમાં વનડેમાં ૩૫ રને હરાવીને ૫ મેચની સીરિઝને ૪-૧થી જીતી લીધી છે. વેલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા, જ્યારે ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન પર ઑલઆઉટ થઇ ગઇ. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે ૪૧ રન આપીને ૩, શમીએ ૩૫ રન આપીને બે, પંડ્યાએ ૫૦ રન આપીને બે તથા જાધવ અને ભુવનેશ્વરે એક-એક વિકેટ ઝડપી હતી. મેચમાં ૯૦ રન ફટકારનાર અંબાતી રાયડૂને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તો સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની બોલિંગથી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર શમીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. હવે બંને ટીમ વચ્ચે ત્રણ ટ્‌વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમાશે. પહેલી મેચ ૬ ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં, બીજી ૮ ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં અને ત્રીજી ૧૦ ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવીયોની વિરુદ્ઘ ૪-૧થી વનડે સીરિઝી જીતીને ઇતિહાસ રચી દીધો છે, ટીમ ઇન્ડિયા ૫૨ વર્ષથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરી રહી છે, પરંતુ આ પહેલા ક્યારેય કોઇ ફોર્મેટમાં એક સીરિઝમાં ૪ મેચ નથી જીતી શકી. પરંતુ પહેલી વખત ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને માત આપીને ૫૨ વર્ષમાં પહેલી વખત કોઇ સીરિઝની ૪ મેચ જીતી હોય, જે સૌથી સારું ફોર્મ છે. ટીમ ઇન્ડિયાએ આ પહેલા ૧૯૫૭માં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો, આ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરિઝ ૩-૧(૪)થી જીતી હતી.  ૨૫૩ રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમમાં સૌથી વધારે રન જેમ્સ નિશામ (૪૧) કર્યા, તેણે ૩૨ બૉલની પોતાની ઇનિંગમાં ૪ બાઉન્ડ્રી અને ૨ સિક્સર્સ ફટકારી. કેપ્ટન કેન વિલિયમસને ૩૭ રન કર્યા. કેપ્ટને ૭૩ બૉલમાં ૩ બાઉન્ડ્રી ફટકારી, આ સિવાય ટૉમ લાથમે ૪૯ બૉલમાં ૩ બાઉન્ડ્રીની મદદથી ૩૭ રન કર્યા. ટીમ ઇન્ડિયાની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી, કેપ્ટન રોહિત શર્મા ફરી એકવખત ઓછા રનમાં આઉટ થઇ ગયો. ટીમ ઇન્ડિયાએ ૮ રનના સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા પછી ધવને (૨), શુભનમ ગિલ (૭) અને મહેન્દ્ર સિંહ ધોની (૧) રનની ઝડપથી વિકેટો ગુમાવી દીધી હતી. એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૪ વિકેટ પર ૧૮ રનનો હતો. જે પછી અંબાતી રાયડૂ અને વિજય શંકરે સારી પાર્ટનરશિપ કરી હતી, ટીમ ઇન્ડિયાનો સ્કોર ૧૧૬ રન હતો, ૧૧૬ રને ટીમ ઇન્ડિયાએ વિજય શંકર (૪૫)ની વિકેટ ગુમાવી, જે પછી કેદાર જાધવે ઉપયોગી ૩૪ રન ફટાકાર્યા હતા. અંબાતી રાયડૂ ૯૦ રન ફટકારીને આઉટ થયો, જે પછી હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરીને ૨૨ બૉલમાં ૫ સિક્સર્સ અને ૨ બાઉન્ડ્રીની સાથે ૪૫ રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયાએ ૪૯.૫ ઑવરમાં ૨૫૨ રનનો સ્કોર પર ઑલઆઉટ થઇ ગયુ. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેન્રીએ ૪ અને ટ્રેન્ટ બૉલ્ટે ૩ વિકેટ ઝડપી હતી જ્યારે નિશામને ૧ વિકેટ મળી હતી.

.હાર્દિક પંડ્યાએ એસ્ટલની બોલિંગમાં ઉપરા ઉપરી ૩ સિક્સર્સ ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ગ્રાઉન્ડ ઉપર ભારતના પૂર્વ ખેલાડી અને હાલમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ૧૯૮૧માં ન્યુઝીલેન્ડ સામે પોતાનું ડેબ્યુ કર્યું હતું. તેણે ટિ્‌વટ કરીને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો.

Previous articleવેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર જોસેફ માતાના નિધનની ખબર બાદ પણ ક્રિકેટ રમતો રહ્યો
Next articleદાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ ફરજીયાત સાડી પહેરવામાંથી છૂટ આપી