પાટનગરમાં રાજ્યની સૌથી વધુ ઠંડી : તાપમાન ૯ ડિગ્રીએ

565

જ્ય ઉપર અનુભવવા મળી રહી છે.  અચાનક વાતાવરણમાં આવેલાં બદલાવના પગલે તાપમાનનો પારો ઉંચે જઇ રહ્યો હતો પરંતુ ,શનિવારે લઘુત્તમ તાપમાનના પારામાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાતાં તેની અસર હવામાન ઉપર પણ જોવા મળી હતી.

૯  ડિગ્રીએ તાપમાનનો પારો નોંધાવાની સાથે સાથે ઠંડા પવનોની અસરના લીધે નગરજનો ઠુંઠવાઇ ગયા હતાં.તો બીજી તરફ પાટનગરના લોકોએ રાજ્યની સૌથી વધુ ઠંડીનો સામનો શનિવારે કર્યો હતો.

હિમાલચ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિત અન્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં  દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ઘણા વિસ્તારોમાં પુનઃ હિમવર્ષા તેમજ રાજ્યના અમુક વિસ્તારોમાં થોડા દિવસ અગાઉ  થયેલાં માવઠાના પગલે તેની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી રહી છે. હવામાનમાં પલટો આવતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. સતત ઘટી રહેલાં તાપમાનના પગલે શહેરમાં પુનઃ ઠંડીનો માહોલ જામ્યો હોય તેમ વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો.

તો બીજી તરફ બે દિવસ અગાઉ તાપમાનના પારામાં વધારો નોંધાતાં ઠંડીમાંથી આંશિક રાહત પણ નગરજનોને અનુભવવા મળી હતી. પરંતુ અચાનક જ શનિવારે બદલાયેલા હવામાનના કારણે ઠંડા પવનોની સાથે સાથે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં નગરજનોને રાજ્યની સૌથી વધુ ઠંડીનો સામનો કરવો પડયો હતો. શુક્રવારે લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રીએ પહોંચ્યું હતું.

ત્યારે શનિવારે ઠંડીના પારામાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ૯ ડિગ્રીએ આવીને અટક્યો હતો. આમ અચાનક જ બદલાયેલા વાતાવરણના કારણે તેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી.

દિવસ દરમ્યાન ઠંડીમાં થયેલા વધારાના પગલે નગરજનોનેએ પણ તાપણાનો સહારો લીધો હતો તો અચાનક જ પડેલી ઠંડીના પગલે ઘરમાં પણ લોકોએ રહેવાનું પસંદ કર્યું હતું. આમ દર વર્ષે ઠંડી તેના નિયત સમયે જ અનુભવવા મળતી હોય છે. ત્યારે શિયાળાની મોસમની અંતિમ તબક્કાની ઠંડી પણ કાતિલ બની હોય તે પ્રકારે શનિવારે બદલાયેલા  હવામાનના લીધે ઠંડીએ પણ રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હોય તેમ લોકોના હાડ થીજી રહયા છે.

ત્યારે ઠંડા પવનોના સુસવાટા વચ્ચે નગરજનો પણ આ ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતાં. તો બીજી તરફ આગામી બે-ત્રણ દિવસ સુધી આ પ્રકારના વાતાવરણનો સામનો નગરજનોને કરવો પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Previous articleવે.ઇન્ડિઝે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૧૦ વિકેટે હરાવી સિરીઝ જીતી
Next articleલોકસભા ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન : ગાંધીનગરમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું