ગાંધીનગરનાં કમલમ ખાતે ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં મુખ્યમંત્રી રૂપાણી, જીતુ વાઘાણી, ભીખુ દલસાણીયા હાજર રહ્યાં હતાં. લોકસભાની ૪ બેઠકોનું કલસ્ટર સંમેલન છે. અમદાવાદની બે બેઠકો, ગાંધીનગર અને સાબરકાંઠાની બેઠક અંગે ચર્ચા કરવામાં આવી છે.
૪ લોકસભા બેઠકનાં પ્રભારી, ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જ પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં. મહાનગર પાલિકાનાં ચૂંટાયેલા કોર્પોરેટર, વિવિધ કમિટીનાં ચેરમેન અને મેયર પણ હાજર રહ્યાં હતાં. જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને સભ્યો પણ ત્યાં હાજર રહ્યાં હતાં. ચારેય લોકસભા બેઠકોનાં પૂર્વ સાંસદ પણ હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે બંને પક્ષો લોકસભાની સૌથી વધુ સીટો મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
જેને લઇને તેનાં ભાગરૂપે આજનાં રવિવારનાં રોજ ભાજપનું ગાંધીનગરમાં ક્લસ્ટર સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ભાજપનાં આવાં ૯ જેટલી જગ્યાએ સંમેલનો યોજાવાનાં છે. જેનું આ પ્રથમ સંમેલન ગાંધીનગર ખાતે યોજાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે, કે, હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.