૫ વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો

617

ગીર સોમનાથના ઉનાના નવી વાજડી ગામમાં ૫ વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી. જેના પગલે ઘાયલ બાળકીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકી ઉપર દીપડાના હુમલાની ઘટનાએ ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવી વાજડી ગામાં લખાભાઇ ટાંકના ખેતરમાં પાંચ વર્ષની દીકરી રમી રહી હતી. ત્યારે દીપડાએ અચાનક તેના ઉપર હુમલો કર્યો હતો. અને જોકે લોકોએ તેને દીપડાના ચંગૂલમાંથી છોડાવી હતી.

Previous article૧૩૩ વર્ષ જુની શાળા તંત્રએ કરી બંધ, વિદ્યાર્થીઓ-શિક્ષક રડી પડ્‌યા
Next articleકોંગી કાર્યકરોના હલ્લાબોલ બાદ આશાબેન પટેલના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો