આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા કોંગી કાર્યકરોએ તેમના કાર્યાલય પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. ઉંઝામાં આશાબેન પટેલના ઘરે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. આશાબેનના ઘરે પાસે કોઈ શખ્સ વિરોધ ન કરે તે માટે પોલીસ સતર્ક થઈ છે.
મહત્વનુ છે કે, આશાબેન પટેલે પોતાના રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને આપ્યુ હતું. સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં આશાબેને લખ્યુ છે કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં પણ પક્ષ લોકોનું મન જીતવામાં નિષ્ફળ રહ્યુ છે. આ સાથે જ પાર્ટી તરફથી સહકાર ન મળતા હોવાના આશાબેને આક્ષેપ કર્યા હતા. જેના કારણે કોંગી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે. આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ રાજીનામું સ્વીકારી લીધું છે.
આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આશા પટેલે રાજીનામું આપતાં વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૭૬ થઈ ગયું છે. આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
જોકે ઊંઝામાં છઁસ્ઝ્રની ચૂંટણી પહેલા આશાબહેને રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી માહિતી મુજબ પક્ષમાં સતત આશા પટેલની અવગણના કરવામાં આવી રહી હતી. જેથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા..અને રાજીનામા પાછળ આ કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે