તળાજાના બોરડા ગામ નજીક સાંજના સુમારે રોડના કિનારે કોઈ યુવાન ઈજાગ્રસ્ત હાલતે પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોએ ૧૦૮ અને પોલીસને કરાતા દાઠા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બેભાન હાલતે યુવાનને ૧૦૮ સેવા દ્વારા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
બનાવની મળતી વિગત મુજબ, તળાજાના બોરડા ગામ નજીક બંશીઘાટ હોટલની સામે કોઈ અજાણ્યો યુવાન લોહીલુહાણ હાલતે બેભાન થઈ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોએ દાઠા પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવાન કોણ છે ? શું બનાવ બન્યો છે ? યુવાન સાથે શું અણબનાવ બન્યો છે તે ભાનમાં આવ્યા બાદ માલુમ થશે તેમ દાઠા પોલીસે જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતે ૧૦૮ સેવા દ્વારા તળાજાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવ અંગે પોલીસ બેભાન યુવાનની ભાન આવવાની રાહ જોઈ રહી છે.