વિશ્વમાં પ્રસિધ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ આજે થવા ગયો હતો. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કલા અને સ્થાપત્ય સાથે નૃત્યના આ અનોખો સંગમનો નજારો આજે સ્થાનિકોને માણવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પછી ઉજવાતા આ શાસ્ત્રીય નૃત્ય બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો આજે પ્રારંભ રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરી બહેન દવેના હસ્તે ખુલો મુકવામાં આવ્યો હતો. જયારે કલાકારો સૂર્ય મંદિરના પટાંગણમાં પર્ફોમ કરીને ધન્ય બન્યાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ના વર્ષથી આ ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કર્યું હતું. જે આજે પણ રાજ્ય સરકારે બરકાર રાખ્યું છે. જેમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સહિત વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે આ સૂર્ય મંદિરના વર્ષો જુના સ્થાપત્યને લોકો જુવે અને આ મંદિર પરિસરમાં કલાના કામણ પાથરીને સૂર્ય દેવની અર્ચના શાસ્ત્રીય નૃત્ય દ્વારા કરવામાં આવે અને કલાકારોને સારો પ્લેટફોમ મળી રહે તે આસાહ્યથી રાજ્ય સરકાર દ્વારા આ ઉત્તરાર્ધ મહોત્સવ પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારોએ જુદા જુદા પોતાની કલાના કામણ પથારીને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.