કોલકાત્તાઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પશ્વિમ બંગાળમાં રેલીના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો. મમતા સરકારે યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે મંજૂરી ન આપતા રેલીને રદ કરવામાં આવી. સતત બે દિવસ સુધી મમતા સરકાર પાસે રેલી માટે મંજૂરી માગવામાં આવતી હતી. પરંતુ તેને મમતા સરકારે મંજૂરી ન આપી. યોગી બાકુંરા અને પુરૂલિયામાં રેલીને સંબોધવાના હતા. આ ઉપરાત તેઓ પાંચ ફેબ્રુઆરીના રોજ રાયગંજ અને દિનાજપુરના બાલૂરઘાટમાં રેલીને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમ રદ્દ થયા બાદ યોગી આદિત્યનાથે ફોન પર કાર્યકરોને સંબોધ્યા હતા. મમતા સરકારે જણાવ્યુ હતુ કે, કોઈપણ પ્રકારની સુચના વગર રેલીનું આયોજન કરવામાં આવી રહ્યુ હતુ જેથી સીએમ યોગીની રેલીને મંજૂરી આપવામાં આવી નથી. મહત્વનું છે કે, ભાજપ પશ્વિમ બંગાળમાં ૧૦૦થી વધુ રેલી કરવાનું આયોજન કર્યુ છે. બંગાળમાંથી મમતા સરકારને ઉખાડી ફેંકવા ભાજપ તૈયારીના ભાગ રૂપે રેલી કરી રહ્યુ છે. પશ્વિમ બંગાળમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની રેલીને મંજૂરી ન મળતા ભાજપના કાર્યકરોએ દીનાપુરમાં દેખાવો કર્યો. ભાજપના કાર્યકરોએ દીનાપુરના ડી.એમ. દીપા પ્રિયાના નિવાસ સ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યુ. ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે કે, સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતાથી મમતા બેનર્જી ડરી ગયા છે. જેથી દીદી સીએમ યોગીની રેલીને મંજૂરી આપી રહ્યા નથી. મહત્વપૂર્ણ છે કે, સીએમ યોગી આદિત્યનાથની બાકુંરા અને પુરૂલિયામાં રેલી યોજાવાની હતી. જેને મમતા સરકારે મંજૂરી ન આપતા મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Home National International મમતા સરકારે યોગીના હેલિકોપ્ટરના લેન્ડિંગને મંજૂરી ન આપતા કાર્યક્રમ રદ્દ કરાયો